શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ,સુરત દ્વારા દશેરા ઉત્સવ ઉજવવા આયોજન કરાયું
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી બાદ દશેરા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આવનાર દશેરાના પર્વ નિમિત્તે સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા દશેરા ઉત્સવ ઉજવવામાં આવશે. જે માટે સુરતના તમામ જુદી જુદી જ્ઞાતિના બ્રાહ્મણ સમાજના આગેવાનો એકત્ર થઈને દશેરા ઉત્સવની ઉજવણી કરવા માટેનું ખાસ આયોજન તૈયાર કર્યું હતું.
સુરતમાં મા અંબાના નોરતાના આરાધના સાથે દશેરા પર્વની ભવ્ય ઉજવણી કરી શકાય તે માટે આ વર્ષે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા દશેરા ઉત્સવ શીર્ષક હેઠળ વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. દશેરા ઉત્સવ ઉત્સાહભેર ઉજવાય તે માટે શહેરમાં વસતા જુદા જુદા બ્રહ્મ સમાજની જ્ઞાતિના આગેવાનોની ખાસ મીટીંગ કરવામાં આવી હતી. જેમાં બ્રાહ્મણ સમાજન 27 જ્ઞાતિઓના પ્રમુખ ,ઉપ પ્રમુખ ,મંત્રીઓ સહિત આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. આ મિટિંગમાં આવનાર 12 ઓક્ટોબર શનિવાર ના રોજ દશેરાના દિવસે દશેરા ઉત્સવ નિમિત્તે સમી પુજન, શસ્ત્ર પૂજન, શાસ્ત્ર પૂજન અને ગરબાનું ધામધૂમથી આયોજન કરવાનું નક્કી કર્યુ હતું. આ દશેરા ઉત્સવ સુરતના જહાંગીરપુરા ખાતે આવેલ એસએમસી કોમ્યુનિટી પાર્ટી પ્લોટ ખાતે સાંજે 6:30 કલાકથી 11 વાગ્યા સુધી ઉજવણી કરવાનું આયોજન કરાયું છે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક બ્રહ્મ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં સમાજના લોકોને ભાગ લેશે તેવા સંકલ્પ સાથેની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં સુરતમાં વસતા 1,000 થી વધુ બ્રહ્મ સમાજના લોકો પરિવાર સાથે જોડાશે. અને મોટી વાતો એ છે કે દશેરા ઉત્સવ કાર્યક્રમ સંપૂર્ણ નિશુલ્ક રાખવામાં આવ્યો છે. સુરતમાં વસતા કોઈપણ બ્રહ્મ સમાજના લોકો પરિવાર સાથે આ કાર્યક્રમનો લાભ મેળવી શકે છે.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ જયદીપભાઈ ત્રિવેદીએ મિટિંગમાં ભાગ લેનાર સૌ આગેવાનો અને કાર્યકરોને જણાવ્યું હતું કે દશેરા ઉત્સવ માં સૌપ્રથમ સાંજે 6:30 કલાકે કાર્યક્રમ શરૂ થશે જેમાં પહેલા શાસ્ત્રો વિધિ મુજબ સમી પુજન ત્યાર બાદ શસ્ત્ર પૂજન બાદમાં શાસ્ત્ર પૂજન અને અંતે જુદા જુદા પરિવાર સાથે ગરબા રમવા રમાડવાનું આયોજન કર્યું છે. આ સાથે ઉપસ્થિત તમામ સમાજના આગેવાનોને તેમના સમાજના લોકો પોતાના શસ્ત્ર અને શાસ્ત્રનું પૂજન કરાવવા ઇચ્છતા હોય તો તે પણ પોતાની સાથે આ કાર્યક્રમમાં લાવીને શાસ્ત્રોકત વિધિ પ્રમાણે પૂજન કરાવવા માટે જણાવ્યું હતું.ત્યારે આ આયોજનમાં સૌવ જ્ઞાતિના આગેવાનોએ ભાગ લેવા અને જોડાવા માટે સહમતિ આપી હતી.
સંપર્ક – જયદીપ ત્રિવેદી
પ્રમુખ ,શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત
9825148249