કલામંદિર જ્વેલર્સ સુવર્ણ મહોત્સવ 2.0 ની ભવ્ય સફળતા માટે ગ્રાહકોનો દિલથી આભાર
સુરત, 18 સપ્ટેમ્બર: ભારતના ફેવરિટ જ્વેલરી ડેસ્ટિનેશન કલામંદિર જ્વેલર્સના સુવર્ણ મહોત્સવ 2.0 ને ગ્રાહકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. આ ઝુંબેશ એકટાઇમલેસ ડિઝાઇન્સ અને અનબિટેબલ ઓફર્સની ભવ્ય ઉજવણી હતી જે કલામંદિર જ્વેલર્સના તમામ સ્ટોર્સમાં ચલાવાઇ હતી.
સુવર્ણ મહોત્સવની ખાસ વાત હતી તમામ પ્રકારના સોના અને હીરાના આભૂષણોના મેકિંગ ચાર્જિસમાં 100% સુધીની છૂટ હતી. આ ઉપરાંત ગ્રાહકો પાસે 36,000 થી વધુ અદભૂત ડિઝાઇન્સમાંથી પસંદગીની અનોખી તક હતી. પરંપરાને આધુનિકતા સાથે જોડીને અદભૂત ડિઝાઇન્સ રજૂ કરવી તેકલામંદિર જ્વેલર્સની વિશેષતા છે. આ ઝુંબેશની ભવ્ય સફળતા બતાવે છે કે કલામંદિર જ્વેલર્સે વર્ષોથી ભારતના સૌથી ગમતા જ્વેલરી ડેસ્ટિનેશન તરીકે ગ્રાહકોનો વિશ્વાસ અને વફાદારી સતત મેળવી છે.
ઝુંબેશની સફળતા પર ખુશી વ્યક્ત કરતા કલામંદિર જ્વેલર્સના ડાયરેક્ટર મિલન શાહે જણાવ્યું હતું કે,
કલામંદિર જ્વેલર્સ મુંબઈ, અમદાવાદ, સુરત, વાપી, ભરૂચ અને કોસંબામાં શોરૂમ સાથે તેની ઉત્કૃષ્ટ ડિઝાઇન અને શ્રેષ્ઠ કારીગરી માટે પ્રખ્યાત છે. તહેવારોની મોસમ અને આગામી લગ્નની સીઝનને લઇને નોંધપાત્ર બચતનો આનંદ આ મહોત્સવે આપ્યો હતો.
કલામંદિર જ્વેલર્સના વ્યાપક જ્વેલરી કલેક્શનમાં તમામ ઊંમરના ગ્રાહકો માટે બ્રેસલેટ, ચેન, વીંટી, મંગળસૂત્ર, કાડા, નેકલેસ, પેન્ડન્ટ, એરિંગ્સ, પેન્ડન્ટ સેટ અને ઘણું બધું સામેલ છે.
“સુવર્ણ મહોત્સવ 2.0 ની આવી અપૂર્વ ઉજવણી કરવા બદલ અમે અમારા ગ્રાહકોના ખૂબ આભારી છીએ. તેમના પ્રેમ અને વિશ્વાસે આ ઇવેન્ટને અસાધારણ સફળતા આપી છે. કલામંદિર જ્વેલર્સમાં, અમારૂ ધ્યેય સતત અમારા ગ્રાહકોને અસાધારણ શોપિંગ એક્સપિરિયન્સ આપવાનો છે. અમે અમારા ગ્રાહકોનો આભાર માનીએ છીએ અને સાથે મળીને ભવિષ્યમાં વધુ યાદગાર બનાવવા માટે આતુર છીએ.”