November 23, 2024

આદિવાસી ભીલ સમાજ, સુરત ઉમરાના પ્રમુખ કિશન દાદાએ વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવી

સુરત, તા. 8
આવતીકાલે વિશ્વભરમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે, ત્યારે આદિવાસી ભીલ સમાજ, સુરત શહેરના ઉમરા ક્ષેત્રના પ્રમુખ કિશન દાદાએ સમગ્ર આદિવાસી સમાજને લાખ લાખ જોહાર અને હાર્દિક શુભેચ્છા પાઠવી છે.
આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ (world tribal day 2024) ઉજવવામાં આવે છે. જીનીવામાં 9 ઓગસ્ટ 1994ના રોજ પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસનો હેતુ ઓદિવાસી લોકોને આગળ લાવવાનો તેમનામાં જાગૃતિ ફેલાવવાનો છે. વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વભરના આદિવાસી લોકોમાં જાગૃતિ ફેલાવવા અને તેમના અધિકારોના રક્ષણ માટે પ્રેરણા આપવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.
આદિવાસી શબ્દ બે શબ્દો ‘આદિ’ અને ‘વાસી’થી બનેલો છે, જેનો અર્થ ‘મૂળનિવાસી’ થાય છે. ભારતમાં લગભગ 700 આદિવાસી જૂથો અને પેટા જૂથો છે. આમાં લગભગ 80 પ્રાચીન આદિવાસી જાતિઓ છે. ભારતની વસ્તીનો મોટો હિસ્સો લગભગ 8.6% (10 કરોડ) આદિવાસીઓનો છે.
સોમનાથ મંદરિની રક્ષા માટે વેગડા ભીલની વીરતા, મહિસાગરના માનગઢમાં ગુરૂ ગોવિંદના નેતૃત્વમાં ૧૬૦૦ આદિવાસીઓની શહીદી, વિજયનગરના શહીદો, તાત્યાભીલ, રૂપા નાયક સહિત આદિવાસી વીરોના બલિદાન એળે જવા દેવાશે નહીં. ડાંગના રાજાઓ અંગ્રેજો સામે લડયા હતા, ઇતિહાસના પાનામાં અનેક આદિવાસી ક્રાંતિવીરોએ કુરબાની આપી છે.
આમ આદિવાસી ભીલ સમાજ સુરત શહેર ઉમરાના પ્રમુખ કિશન દાદાએ સમાજના લોકોને એકસંપ થવા ઉપરાંત પોતાના હક્કો બાબતે સજાગ થવા માટે અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો