શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય તેજસ્વી તારલા સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.સુરત સહિત જિલ્લામાં વસતા જુદા જુદા બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓને વિશેષ સન્માનીત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષ 2023 – 24 માં શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરી હોય તેવા બ્રહ્મ સમાજના 111 વિદ્યાર્થીઓને સન્માનિત કરતા હતા. આ વર્ષે તેજસ્વી તારલાઓના સન્માન સાથે જીવનમાં યુપીએસસીની સહિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કઈ રીતે કરી શકાય તેવા માર્ગદર્શન સાથે રાખ્યો હતો. ઉપરાંત વિદ્યાર્થીઓને વિશેષ સંસ્કૃત ભાષામાં લખાયેલા સન્માન પત્ર અને ટ્રોફી આપવામાં આવી હતી. જેથી જીવનમાં સંસ્કૃતનું મહત્વ શોધી શકે.
આ વર્ષે ત્રણ જુદી જુદી કેટેગરીમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. જેમાં 1- ધોરણ 10 માં 80 થી વધુ ટકા આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ,2- ધોરણ 12 માં વિજ્ઞાન અને સામાન્ય અને આર્ટસમાં 70 કે તેથી વધુ ટકા આવ્યા હોય, અને 3- 9 થી 12 ના વિદ્યાર્થીઓએ વર્ષ 2022-23 માં રમતગમત ,સાંસ્કૃતિક ક્ષેત્રે ,જિલ્લા કક્ષા કે રાજ્ય કે આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનીત કરી પ્રોત્સાહિત કરવાનું નક્કી કર્યું છે.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા આ વર્ષે તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ 2024 કાર્યક્રમ અડાજણ પાટીયા દિવાળી બાગ સ્થિત આવેલ એસએમસી કોમ્યુનિટી સેન્ટર ખાતે રાખવામાં આવ્યો હતો. સુરત અને જિલ્લામાંથી 111 જેટલા વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી. જુદા જુદા ત્રણ કેટેગરીમાં 111 જેટલા વિદ્યાર્થીઓને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા વિશેષ પ્રોત્સાહિત કરી તેમને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં ધોરણ 10માં 54 વિદ્યાર્થીઓ, ધોરણ 12 કોમર્સના 30 વિદ્યાર્થીઓ, 12 સાયન્સના 20 વિદ્યાર્થીઓ ,12 આર્ટસના 2 વિદ્યાર્થીઓ અને સાથે પાંચ સ્પેશિયલ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ મળી 111 વિશેષ તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. પાંચ સ્પેશિયલ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓમાં નેશનલ લેવલ ગુજરાતની ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થનાર વિદ્યાર્થી, સ્ટેટ લેવલ કબડ્ડી ટુર્નામેન્ટ માટેની ટીમ માં સિલેક્ટ થનાર વિદ્યાર્થી, ઓલ ઇન્ડિયા યોગાસન ચેમ્પિયનશિપ 2023માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થી, સ્ટેટ લેવલ ખેલ મહાકુંભની વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થી, અને જિલ્લા કક્ષાના યુવા ઉત્સવ 2023 ના એક પાત્રીય અભિનયમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીનું શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા વિશેષ પ્રોત્સાહન કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવા માટે સુરત શહેરના બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નિર્દેશક અને વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ શ્રી દેવાંગભાઈ દવે મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી. ઉપરાંત અનેક જુદા જુદા ક્ષેત્રમાં યોગદાન આપનાર બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. જેવો તમામ તેજસ્વી તારલાઓનું વિશેષ સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરશે અને તેમને જીવનમાં આગળ વધવા માટેની શુભેચ્છા પાઠવી હતી.
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ જયદીપભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનો મૂળ હેતુ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળી રહે.આ સાથે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 પછી UPSC,GPSC ઉપરાંત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં કઈ રીતે આગળ વધી શકાય તે માટે વિશેષ માર્ગદર્શન રાખ્યું હતું.જે માટે વિદ્યાર્થીઓના મોટીવેશનલ સ્પીકર એવા દેવાંગભાઈ દવેને અમદાવાદથી બોલવામાં આવ્યા હતા.જેમણે તમામ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા વિશે ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીઓમાં બ્રાહ્મણોનું મહત્વ સમજાય અને બ્રહ્મત્વ જાગે તે માટે તેમને આપવામાં આવેલ સન્માન પત્ર અને ટ્રોફી વિશેષ સંસ્કૃત ભાષામાં આપવાની થીમ રાખી હતી.