AM/NS Indiaના સીઈઓ અને ઈન્ડિયન સ્ટીલ એસોસિએશનના પ્રેસિડન્ટ શ્રી દિલિપ ઓમ્મેન
“આ વચગાળાનું બજેટ રાજકોષીય સમજદારી અને સારી રીતે સંતુલિત અભિગમ સાથે રજૂ કરવામાં આવ્યું છે. જે જુલાઈમાં જાહેર થનારા બજેટ માટે શુભ સંકેત આપે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો મૂડી ખર્ચ (કેપેક્સ)માં 11.1%નો વધારો કર્યો છે, જે કુલ ખર્ચ રૂ. 11.1 લાખ કરોડ સુધી લઈ જશે. જો કે, આપણે નાણાકીય વર્ષ 2023-24માં સંભવિત ખર્ચ પર નજર કરીએ તો, તે લગભગ 9.5 લાખ કરોડ રૂપિયા હતો. તેથી તે વાસ્તવિક દ્રષ્ટિએ લગભગ 17% વધારો દર્શાવે છે. પરિણામે, સ્થાનિક સ્ટીલની મજબૂત માંગ, ખાનગી રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન મળશે. – ડિજિટલ, સામાજિક અને ભૌતિક – એમ તમામ પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અભૂતપૂર્વ ગતિએ સ્થાપિત કરવાની બાબતને કેન્દ્રમાં રાખવું તે આશાસ્પદ છે. નાણાકીય વર્ષ 24-25 માટે રાજકોષીય ખાધ લક્ષ્યાંક 5.1% અને રાજકોષીય ખાધ પર સમજદારીભર્યુ વલણ ખરેખર પ્રશંસનીય છે.”