May 24, 2025

પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે “નમો પ્રભાત ફેરી” નું આયોજન કરાયું

gujarat update

અયોધ્યા પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ત્યારે સુરતમાં સુભાષ નગર ખાતે આવેલ અષ્ટવિનાયક ગણપતિ મંદિર અને નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે નગરજનો સાથે “નમો પ્રભાત ફેરી” નું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા જેને પગલે સમગ્ર વિસ્તાર રામ નામથી ગુંજી ઉઠ્યો હતો. આ ઉપરાંત સવારે મંદિરમાં મહાઆરતી કરવામાં આવી હતી તેમજ સાંજે મંદિર ખાતે ભવ્ય મહાપ્રસાદી ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી પ્રસાદીનો લાભ લીધો હતો.

gujaratupdate

આ કાર્યક્રમના મુખ્ય આયોજક ડો. રવિન્દ્ર પાટીલ માજી ડે. મેયર સુરત મહાનગર પાલીકા, ડો. મંગલા પાટીલ, ડો. નિખિલ પાટીલ, લક્ષ્મીકાંત બોરસે, પ્રહલાદ પાટીલ તેમજ મંદિરના આગેવાનો, ટ્રસ્ટીઓ, સામાજિક આગેવાનો અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા અને મંદિર નિર્માણનો ઉત્સવ ઉજવ્યો હતો.