November 21, 2024

કોંગ્રેસી સાંસદ પાસેથી મળેલી 250 કરોડથી વધુની રકમ મામલે સી.આર.પાટીલે કર્યા કોંગ્રેસ પર પ્રહાર

photo Gujarat Update

કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ, તેમના સંબંધીઓ અને મિત્રોનાં 10 સ્થળ પરથી
250 કરોડથી વધુની રોકડ રકમ મળતા સમગ્ર દેશની જનતા અચબિંત થઇ છે.- સી.આર.પાટીલ

રાહુલ ગાંઘીની કોંગ્રેસની મોહબત્તની દુકાનની માત્ર એક જ ફ્રેન્ચાઇઝી ઝડપાઇ છે. – સી.આર.પાટીલ

આ કૌભાંડનું નામં ગાંઘી કરપ્શન સેન્ટર રાખવામાં આવે તો ખોટુ નહી કહેવાય.-સી.આર.પાટીલ

      ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, કોગ્રેસના સાંસદ ધીરજ સાહુ  અને તેમના સબંધીઓ પાસેથી ઇન્કમ ટેક્ષ વિભાગની તપાસમાં 250 કરોડથી વધુની રોકડ રકમ મળતા આ ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.આ મુદ્દે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીએ સુરત શ્રી કમલમ ખાતે પત્રકાર પરિષદ કરી હતી. 

   આ પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ જણાવ્યું કે, કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ, તેમના સંબંધીઓ અને મિત્રોનાં 10 સ્થળ પરથી 250 કરોડથી વધુની રોકડ રમક મળતા સમગ્ર દેશની જનતા અચબિંત થઇ છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રોકડ રકમ એટલી બધી છે કે તેને ગણતા હજુ  બે દિવસ જેટલો સમય લાગી શકે છે. જે વ્યકિત લોકસભામાં બે વખત હારી ગયા હોવા છતા કોંગ્રેસે તેમને ત્રણ વખત રાજયસભાનો સાંસદ બનાવ્યો. કોંગ્રેસ પાસે જનતા સવાલ કરી રહી છે કે એવી તો કેવી ડીલ હશે કે બે વખત લોકસભાની ચૂંટણીમાં જનતાએ જાકારો આપ્યો હોવા છતા ત્રણ વખત રાજયસભાના સાંસદ બનાવ્યા. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં તેમની સાથે હતા તેથી તે સ્પષ્ટ થાય છે તે ઘીરજ સાહુ ગાંઘી પરિવાર સાથે નજીકના સબંધ ધરાવે છે. 

     પાટીલે વધુમાં જણાવ્યું કે, 250 કરોડથી વધુની રોકડ રકમના ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંઘી આ સંવેદનશીલ મુદ્દે મૌન છે તે પાછળનું કારણ પણ જનતાને જણાવવું જોઇએ. આ સમગ્ર મુદ્દે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું છે કે, દેશની જનતાનો એક એક રૂપિયા પાછો આપવો પડશે તે મોદીની ગેરંટી છે. એક બાજુ દેશમાં ભ્રષ્ટાચારને નાબુદ કરવા કામ કરતી ભાજપા સરકાર છે તો બીજી તરફ ભ્રષ્ટાચારી ગેંગ એક થઇ જનતાને ગેર માર્ગે દોરવાનું કામ કરી છે. રાહુલ ગાંઘીની મહોબતની દુકાનમાંથી નોટોનો પહાડ નીકળ્યો છે આ તો હજી એક દુકાન ઝડપાઇ છે.

     પાટીલજીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસના નેતા અને ગાંઘી પરિવારે જણાવવું જોઇએ કે તેમના સાંસદ પાસેથી આટલી મોટી રકમ કેવી રીતે મળી અને કયા નેતાના ઇશારે કામ કરી રહ્યા છે.આ કૌભાંડનું નામં ગાંઘી  કરપ્શન સેન્ટર રાખવામાં આવે તો ખોટુ નહી કહેવાય. આ કૌભાંડથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસના નેતાઓના ઇશારે આ ભ્રષ્ટાચાર ચાલતો હતો તેથી મીડિયાના માધ્યમથી જણાવવાનું કે મોદી સાહેબની ગેરેંટી ગરિબોના પાઇ પાઇ પાછો લાવશે અને મોદી સાહેબ ભ્રષ્ટાચારીને છોડશે નહી તે તેમની ગેરંટી છે અને ગરિબોને તેમનો હક્ક પાછો અપવા પ્રયાસ કરશે. જનતાએ કોંગ્રેસના આ કૌભાંડી ચહેરાને ઓળખી લેવો જોઇએ. કોંગ્રેસના નેતા આ ગંભીર મુદ્દે કેમ મૌન છે તેનો પણ જવાબ આપવો જોઇએ. 

    આ પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય સરકારના મંત્રીઓ કનુભાઈ દેસાઈ, પ્રફુલભાઈ પાનસેરિયા, સાંસદ કે.સી.પટેલ, શહેર પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાવાળા, ધારાસભ્યો શ્રીમતી સંગીતાબેન પાટીલ, પ્રવીણભાઈ ઘોઘારી, અરવિંદભાઈ રાણા,પ્રદેશ મંત્રી શીતલબેન સોની, મેયર દક્ષેશભાઈ માવાણી,ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ પટેલ, શાષક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી,દક્ષિણ ઝોન પ્રવક્તા ડૉ. જગદીશભાઈ બલ્લર,દક્ષિણ ઝોન મીડિયા સહ કન્વીનર દિપીકાબેન ચાવડા તેમજ મહામંત્રીઓ સહીત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *