November 22, 2024

AMNS ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ INCA મેપ ક્વિઝમાં રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો

સુરત, નવેમ્બર 8 , 2023: ભૌગોલિક જ્ઞાન અને મેપ રીડીંગનુ નોંધપાત્ર કૌશલ્ય દર્શાવીને સુરત હજીરાની એએમએનએસ (AMNS) ઈન્ટરનેશનલ સ્કૂલના 3 વિદ્યાર્થીઓ પ્રતિષ્ઠિત મેપ ક્વિઝમાં નેશનલ વિનર બન્યા છે.

43મી ઇન્ટરનેશનલ કોંગ્રેસ આ વર્ષે ઇસરો, એનઆરએસસી, જોધપુર ખાતે તારીખ 6 અને 7 નવેમ્બર એ યોજાઇ હતી. ઈન્ડિયન નેશનલ જ્યોગ્રાફિકલ એસોસિએસન (INCA) તરફથી દર વર્ષે યોજવામાં આવતી આ ક્વિઝ નો ઉદ્દેશ ધોરણ 8 થી 10 ના વિદ્યાર્થીઓમાં મેપ રીડિંગ અને મેપના ઉપયોગનું કૌશલ્ય સંવર્ધિત કરવાનો છે.

INCA દ્વારા જોધપુરમાં સોમવારે યોજાયેલા એક ભવ્ય સમારંભમાં સૌમિત્રો ડે, અરિત્રો ડે અને સ્વસ્તિક દાસ ગુપ્તાની ટીમને વાર્ષિક ક્વિઝ જીતવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇસરોના ચેરમેન ડૉ.એસ.સોમનાથે વર્ચ્યુઅલ રીતે બાળકોને અભિનંદન પાઠવ્યા હતા, પ્રોફેસર કે.એલ.શ્રીવાસ્તવ, જૈન નારાયણ વ્યાસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ડૉ. પ્રકાશ ચૌહાણ, INCA પ્રેસિડેન્ટ વિજેતાઓને મેડલ અને ટ્રોફી આપીને સન્માનિત કર્યા હતા.

આ ટીમની નેશનલ ટાઇટલ જીતવાની મજલ ઓગસ્ટમાં ગુજરાત બ્રાન્ચના અમદાવાદ, વડોદરા અને સુરતમાં યોજાયેલા રાઉન્ડથી શરૂ થઈ હતી. AMNS ઈન્ટરનેશનલ સ્કૂલે સુરત, ભરૂચ અને નવસારીની સ્કૂલોના રાઉન્ડ માટે યજમાન તરીકેની ભૂમિકા બજાવી હતી. સ્કૂલોની 10 ટીમ આ રાઉન્ડમાં સામેલ થઈ હતી. આમાંથી AMNS ઈન્ટરનેશનલ સ્કૂલની 2 ટીમને નેશનલ રાઉન્ડમાં સ્થાન પ્રાપ્ત થયું હતું.

ક્વિઝનો નેશનલ રાઉન્ડ તા. 30 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં યોજાયો હતો, જેમાં એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલની 2 ટીમ સહિત કુલ 6 ટીમો વચ્ચે સ્પર્ધા થઈ હતી. જેરૂશા થોમસ, પારમી ધાબરડે અને જૈનમ પટેલની AMNS ઈન્ટરનેશનલ સ્કૂલની બીજી ટીમે પણ ખૂબ જ ઉત્તમ દેખાવ કર્યો હતો.

સુનિતા મટ્ટુ, પ્રિન્સીપાલ, AMNS ઈન્ટરનેશનલ સ્કૂલ જણાવે છે કે “અમારા વિદ્યાર્થીઓએ પોતાની આગવી પ્રતિભા દર્શાવી નેશનલ લેવલે જે ઓળખ ઉભી કરી તેથી અમને આનંદ થયો છે. INCA મેપ ક્વિઝમાં અમારા વિદ્યાર્થીઓનો પરફોર્મન્સ તેમનું માત્ર અભ્યાસક્રમમાં સંવર્ધન જ નહી પણ સાથે-સાથે સમગ્રલક્ષી કૌશલ્ય વિકાસનું સ્કૂલનું ધ્યેય દર્શાવે છે. હું અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સખત પરિશ્રમ અને નિષ્ઠા બદલ તેમને અભિનંદન પાઠવું છું.”

સ્પર્ધામાં ભારતીય અને વૈશ્વિક ભૂગોળને આવરી લેતા સંખ્યાબંધ સવાલોના જવાબ આપવાના હતા તેમજ સેટેલાઈટ ઈમેજ અને ટોપશીટ એનાલિસિસ સહિત નકશાઓનું અર્થઘટન કરવાનું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *