સુરતમાં સાડાત્રણ કિમી લાંબો બ્રિજ શહેરીજનો માટે ખુલ્લો મુકાયો
વરાછા ઝોન વિસ્તારમાં સાકારિત વરાછા વોટર વર્કસથી કલાકુંજ થઇ શ્રી રામનગર સોસાયટીને જોડતા બ્રિજના ફેઝ-૩ની લોકાર્પણ વિધિ માન.કેન્દ્રીય રાજ્મંત્રી, રેલવે તથા કાપડ મંત્રાલય, ભારત સરકાર શ્રીમતી દર્શનાબેન જરદોશના વરદહસ્તે સંપન્ન કરી આ બ્રિજ શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો. આ બ્રિજના સંયુકત આયોજનથી મોટા વરાછા થી વરાછા મેઇન રોડ ચીકુવાડી અને શ્રી રામનગર સોસાયટી સુધીની સીધી કનેકટીવીટી ઉપલબ્ધ થશે. જેનો અંદાજિત પ થી ૭ લાખ લોકોને લાભ થશે. આ કાર્યક્રમ પ્રસંગે માન. મેયર દક્ષેશભાઇ માવાણી,માન.ધારાસભ્ય કિશોરભાઇ કાનાણી(કુમાર), માન. ધારાસભ્ય સંદિપભાઇ દેસાઇ, માન. ડે. મેયર ર્ડા. નરેન્દ્રભાઇ પાટીલ, માન. સ્થાયી સમિતિ અઘ્યક્ષ રાજન પટેલ, માન. કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, માન. શાસકપક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી,માન. દંડક ધર્મેશ વાણિયાવાળા,માન. વિવિધ સમિતિ અઘ્યક્ષશ્રીઓ, મ્યુ. સદસ્યશ્રીઓ તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહયા હતા.
મોટા વરાછાથી વરાછા મેઈન રોડ, ચીકુવાડી અને શ્રીરામનગર સોસાયટી સુધીના બ્રિજનું ત્રીજા ફેઝનું કામ પૂર્ણ થતાં આજે એને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બ્રિજથી સીધી કનેક્ટિવિટીથી રોજ 10 લાખ કરતાં વધુ લોકોને લાભ થશે. શ્રીરામ નગરના છેડે સાંકેતધામ સોસાયટી સુધી આ બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યારે બ્રિજના બરાબર મધ્યમાં લોખંડ વડે ધનુષ આકાર આપવામાં આવ્યો છે જે તેના આકર્ષણમાં વધારો કરે છે.