November 24, 2024

Surat: નહિ દુભાય લોકોની લાગણી: ભગવાનની જૂની તસવીરો, મૂર્તિઓ સ્વીકારશે મનપા

photo credit google

દિવાળીના તહેવારમાં લોકો ઘરની સાફસફાઇ બાદ ઘરનો નકામો સામાન તથા દેવી-દેવતાઓના જૂના ફોટા નદીમાં કે ઝાડ પાસે મૂકી દેતા હોય છે. જેથી ખુલ્લામાં મુકાયેલા ફોટાને કારણે લોકોની લાગણી દુભાય છે આમ ન થાય એ માટે મહાનગરપાલિકાએ હવે ભગવાનના ફોટા અને મુર્તિઓ સ્વીકારવાનું નક્કી કર્યું છે જે મુજબ સુરતના તમામ વોર્ડમાં હવે ભગવાન-માતાજીના જૂના ફોટો સ્વીકારવાની શરૂઆત કરવામાં આવી છે.

દિવાળીની સફાઈને ધ્યાને રાખીને સુરત મનપા દ્વારા આ નિર્ણય કરાયો છે જેમાં મનપાના પાલ વોર્ડ દ્વારા સર્વપ્રથમ ફોટા સ્વીકારવાની શરૂઆત કરાઈ હતી. જે દરમિયાન લોકોનો સારો પ્રતિસાદ મળતા શહેરના તમામ વોર્ડમાં જૂના ફોટો સ્વીકારવાની શરૂઆત કરાઇ છે ત્યારે સવારે 7થી 11 અને બપોરે 2થી સાંજે 5.20 વાગ્યા સુધી ફોટો સ્વીકારવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો