May 24, 2025

મુકેશ અંબાણીને મારી નાખવાની ધમકી આપનાર બે ગુજરાતી યુવાનોની ઘરપકડ

photo credit google

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઈમેલ પર પૈસા નહિ આપે તો મારી નાંખવાની ધમકી મળી રહી હતી. ત્યારે આ સંદર્ભે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને આ તપાસ દરમિયાન ગાંધીનગરથી બે યુવાનોની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક 19 વર્ષીય તેલંગાણાનો યુવાન અને 21 વર્ષનો ગુજરાતી યુવાન સામેલ હોવાનું જાણવા મળે છે. 

મુકેશ અંબાણીને મળી રહેલી ધમકી અંગે ગાંવદેવીમાં  IPC 387, 506(2) અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં શાબાદ ખાન નામના ઈમેઈલથી ધમકીભર્યો મેઈલ મોકલવામાં આવી રહ્યા હતા અને રૂપિયાની માંગ કરીને રૂપિયા ન આપવા પર જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. આ કેસમાં ઝડપાયેલો રાજવીર ખંતની બી.કોમનો વિદ્યાર્થી છે. તેણે  MailFace.com અને ડાર્ક વેબનો ઉપયોગ કરીને ઉદ્યોગપતિના કંપનીના ઓફિશિયલ મેઈલ આઈડ પર કુલ 5 મેઈલ મોકલ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ બંને યુવાનો પાસેથી 2 મોબાઈલ ફોન અને કમ્પ્યૂટર ડેસ્કડોપ જપ્ત કરવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ કમ્પ્યૂટરના જાણકાર હોવાનું જાણવા મળે છે.