November 22, 2024

ડાયાબિટીસના દર્દીઓને હવે ઇન્સ્યુલિન સ્પ્રે આપશે રાહત

photo credit ET health world

અનિયમિત લાઈફસ્ટાઈલ અને ખાનપાનના કારણે ડાયાબિટીસના દર્દીઓમાં ખાસ્સો એવો વધારો જોવા મળી રહ્યો છે અને આવા દર્દીઓ પૈકી કેટલાંક દવાથી કે પછી પેટના ભાગે ઈન્સ્યુલિનના ઈન્જક્શન લઈને ડાયાબિટીસ કંટ્રોલ કરતાં હોય છે પરંતુ જેમને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે તેમના માટે પેટમાં ઈન્જેક્શન લેવું ખૂબ જ પીડાદાયક હોય છે, જો કે, હવે થોડા સમયમાં તેમને આ ઈન્જેક્શનથી રાહત મળવા જઈ રહી છે. કારણ કે, થોડા સમયમાં ઇન્સ્યુલિન ઇન્જેક્શનને ઇન્સ્યુલિન સ્પ્રેના રુપે બદલવામાં આવશે. લગભગ બેથી ત્રણ વર્ષમાં દર્દીઓને ઇન્સ્યુલિનના ઇન્જેક્શનની પીડા સહન કરવી પડશે નહીં. ઇન્સ્યુલિન ઇન્જેક્શનને બદલે, દર્દીઓ ઇન્સ્યુલિન સ્પ્રેનો ઉપયોગ કરી શકશે.

NiedlFree Technologies Pvt Ltd, હૈદરાબાદ સ્થિત R&D કંપની Transgene Biotech Ltd ની પેટાકંપની તરીકે સ્થપાયેલ કંપનીએ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ને સેફ્ટી અને ટોક્સિકોલોજી અભ્યાસ હાથ ધરવા મંજૂરી માટે અરજી કરી છે, જે પૂર્ણ થયા બાદ તેની માનવ ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલલ્ખનિય છે કે NiedlFree ને 40 થી વધુ દેશોમાં ઓરલ ઇન્સ્યુલિન માટે વૈશ્વિક પેટન્ટ આપવામાં આવી છે. કંપની કેન્સર, ઓસ્ટીયોપોરોસિસ અને અલ્ઝાઈમર જેવા રોગોની સારવાર માટે ઓરલ અને નાકના સ્પ્રે વિકસાવવા પર પણ કામ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *