GPSCની પ્રાથમિક પરીક્ષા હવે આ વર્ષે નહિ, વર્ષ 2024માં લેવાશે
GPSCની પ્રાથમિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાથી આ વર્ષે લેવાનાર પરીક્ષા હવે આવતા વર્ષે લેવાશે. કારણ કે, ગુજરાત વહીવટી સેવા, વર્ગ 1 , ગુજરાત મુલ્કી સેવા, વર્ગ 1/2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અિધકારી સેવા, વર્ગ 2 ની પરીક્ષા 3-12-2023ના બદલે હવે 7-1-2024 માં યોજાશે, એટલે કે વર્ષ 2023માં યોજનાર આ તમામ પરીક્ષા હવે વર્ષ 2024માં યોજાશે. ઉપરોક્ત તમામ પરીક્ષા 7 જાન્યુઆરી 2024એ યોજાશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ આ તમામ પરીક્ષા 3 ડિસેમ્બરે યોજનાર હતી પરંતુ 27મી નવેમ્બરથી સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષા હોવાથી આ મુજબનો ફેરફાર કરવામાં આવ્યો છે.ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કરાયેલા પરિપત્રમાં મુજબ ગુજરાત વહિવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પરીક્ષાની પ્રાથમિક કસોટીનું ત્રીજી ડિસેમ્બર 2023ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જે હવે ત્રીજી ડિસેમ્બરની જગ્યાએ 7મી જાન્યુઆરી 2024ના રોજ લેવામાં આવશે.