અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનાર પર રહેશે સ્પેશિયલ સ્ક્વોર્ડની નજર
હાલમાં જ તમામ લોકો દિવાળીને વધાવવા માટે ઘરની સાફસફાઈમાં મંડી પડ્યા છે ત્યારે પોતાના ઘરોને સ્વચ્છ કરવાના ચક્કરમા તેઓ શહેરમાં ગમેત્યાં કચરો નાંખીને શહેરને ગંદુ કરી દેતાં હોય છે ત્યારે હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી ફેલાવનાર સામે તંત્રએ લાલ આંખ કરી છે જેના ભાગરુપે હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનારાઓને પકડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પેશિયલ સ્કોર્ડની રચના કરવામાં આવી છે અને જો કોઈ પકડાશે તો તેના વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
તંત્ર દ્વારા શહેરમાં કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવા છતાં ઘણા લોકો ગમેત્યાં કચરો ફેંકીને ગંદકી ફેલાવતા હોય છે ત્યારે AMC દ્વારા આવા લોકોને સબક શિખવવા માટે સ્પેશિયલ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે જેઓ સાત ઝોનમાં તહેનાત રહેશે અને પોલીસની જેમ જ સતત પેટ્રોલિંગ કરશે અને ગંદકી કરનારા સામે કડક કાર્યવાહી કરશે આ માટે વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અત્રે ઉલ્લ્ખનિય છે કે, અગાઉ અમદાવાદના રસ્તાઓ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી પણ શરૂ કરી હતી. જેમાં અમદાવાદની સોસાયટીની બહાર કચરો હોય તો 10 હજાર રૂપિયાનો દંડ વસૂલવાની વાત હતી. જેના માટે 30-30 સભ્યોની 100 ટીમ બનાવવામાં આવી હતી.