November 23, 2024

કલામંદિર જ્વેલર્સે અમદાવાદમાં ભવ્ય શોરૂમનો કર્યો શુભારંભ

photo credit gujarat update

અમદાવાદઃ ગુજરાતના સૌથી મોટા જ્વેલરી સ્ટોર કલામંદિર જ્વેલર્સે 18 ઓક્ટોબર, 2023ના રોજ અમદાવાદમાં તેમના સ્ટોરનું ભવ્ય ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ કારીગરી, ભવ્યતા અને જ્વેલરીના જબરદસ્ત આકર્ષણની ઉજવણીનો પુરાવો હતો.

અમદાવાદમાં કલામંદિર જ્વેલર્સનું ભવ્ય ઉદઘાટન 18 ઓક્ટોબર, 2023ના રોજ સવારે 11 વાગે થયું હતું. આ માત્ર એક કાર્યક્રમ જ નહીં, પરંતુ એક ભવ્ય ઉત્સવ હતો, જેણે ઉપસ્થિત દરેક વ્યક્તિને મંત્રમુગ્ધ કર્યાં હતાં.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને ડિસ્પ્લેમાં મૂકાયેલા એક્સક્લુઝિવ કલેક્શન જોવાની તક મળી હતી. તેમાં “વિશ્વસ્તરીય ડિઝાઇન” તથા “રિશ્તા ડાયમન્ડ્સ, કિંગલી, ઈન્ડો-ઈટાલિયા, પુરૂષમ, પ્લેટિનમ અને સજધજ” કે જેવી કેટલીક જાણીતી રાષ્ટ્રીય જ્વેલરી બ્રાન્ડ્સ રજૂ કરી.જે ભવ્યતાને વ્યાખ્યાયિત કરે છે. ગુજરાતના સૌથી મોટા જ્વેલરી સ્ટોરમાં બેજોડ સંગ્રહ તૈયાર કરવામાં કોઇ કસર રાખી ન હતી અને તેણે દરેક વ્યક્તિને પ્રભાવિત કર્યાં હતાં.

અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં નહેરુનગર બસ સ્ટોપ પાસે “એ. શ્રીધર એથેન્સ ” ખાતે આ ભવ્ય શોરૂમ 30,000 ચોરસફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે તથા ઉપસ્થિત લોકોને બેજોડ જ્વેલરી સાથે કલાતીત સુંદરતા અને ભવ્યતાનો યાદગાર અનુભવ પૂરો પાડે છે.

કલામંદિર જ્વેલર્સ 37 વર્ષથી વધુ સમયનો સમૃદ્ધ વારસો ધરાવે છે. વર્ષ 1986માં ગુજરાતના સુરત નજીક આવેલા કોસંબા નામના ગામથી તેમની સફર શરૂ થઈ હતી. તેમની શરૂઆત 200 ચોરસ ફૂટ વિસ્તારવાળા નાના સ્ટોરથી થઈ હતી, જેનું સંચાલન પાંચ વ્યક્તિઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું જેઓ અતૂટ નિશ્ચય, જ્ઞાન અને સ્વપ્નદ્રષ્ટા દૃષ્ટિકોણથી સજ્જ હતા.

વર્ષો દરમિયાન કલામંદિર જ્વેલર્સે અસંખ્ય ગ્રાહકોનો વિશ્વાસ અને પ્રેમ મેળવ્યો છે. આજે તે ગુજરાતની પ્રીમિયર રિટેલ જ્વેલરી બ્રાન્ડ તરીકે ઉભી છે, જેમાં 1,000 થી વધુ સમર્પિત સ્ટાફ સભ્યો છે જે ગ્રાહકોને અસાધારણ સેવા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

અમદાવાદમાં કલામંદિર જ્વેલર્સ શોરૂમનું ઉદઘાટન માત્ર બ્રાન્ડનું વિસ્તરણ જ નહીં, પરંતુ ઉત્કૃષ્ટ જ્વેલરી, કારીગરી તથા યાદગાર અનુભવની ખાતરી છે.

Backlink: https://www.kalamandirjewellers.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો