November 24, 2024

પ્રેમમાં પડેલા વેવાઈ-વેવાણે ટ્રેન નીચે પડતું મુકીને કરી આત્મહત્યા

તસ્વીર પ્રતિકાત્મક છે

કહેવાય છે ને કે, પ્રેમ નાત-જાત,ઉંમર કે સંબંધ નથી જોતો. જો કે, ઘણીવાર એવું થાય છે કે, બે એવા લોકો પ્રેમના બંધનમાં બંધાઈ જતા હોય છે કે, તેઓ સમાજ સામે એક થઈને સાથે રહી નથી શકતા ત્યારે અજુગતુ પગલું ભરી લેતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો હરદોઈમાં બન્યો છે જેમાં એક આધેડ યુગલે ટ્રેન આગળ પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી. આ બંને લાંબા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા પરંતુ લોકોની નિંદાના કારણે બંનેએ આવું અંતિમ પગલું ભર્યું હતું

વાત છે યુપીના હરદોઈની જેમાં વેવાઈને તેમની વેવાણ સાથે પ્રેમ થયો હતો. બંને વચ્ચે પ્રેમ એટલો ઊંડો હતો કે એક સાથે રહી નહીં શકે એમ લાગતાં ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. પિહાની કોતવાલીના જહાનીખેડા ચોકી હેઠળના પીહાની મોડ ઓવર બ્રિજ પાસે એક આધેડ પ્રેમી યુગલે સીતાપુર અને શાહજહાંપુર પેસેન્જર ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી હોવાની માહિતી મળી હતી ત્યારે મૃતક પુરૂષ અને મહિલા બંને વચ્ચે વેવાઈ-વેવાણના સંબંધો હોવાનું સામે આવ્યુ હતુ.

આ અંગે મળતી માહિતી અનુસાર લખીમપુર ખેરી જિલ્લાના કોતવાલી પાસિગવાના સુહાના ગામના રહેવાસી રામનિવાસની પુત્રી ચાંદની રાઠોડના લગ્ન લખીમપુર ખેરી જિલ્લાના મગલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મુબારકપુરમાં રહેતા આશારામ રાઠોડના પુત્ર શિવમ સાથે નક્કી થયા હતા. રામનિવાસ વ્યવસાયે ડ્રાઈવર હતો જ્યારે આશારામ પ્રોફેશનલ તરીકે કામ કરે છે. આશારામ મોટાભાગે કામના કારણે ઘરથી દૂર રહેતા હતા તો, બીજી તરફ લગ્ન બાદ એકલો પડેલો રામનિવાસ આશારામના ઘરે આવવા લાગ્યો હતો. આ દરમિયાન આશારામની પત્ની આશારાનીને રામ નિવાસ સાથે પ્રેમ થઈ ગયો હતો અને આ પ્રેમ સંબંધના કારણે 23 સપ્ટેમ્બરે બંને ઘરેથી ભાગી ગયા હતા અને આશારામે બંનેના ભાગી જવાની ફરિયાદ પણ નોંધાવી હતી તે દરમિયાન બંનેએ આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો