લાયન્સ કલબ ઓફ સુરત દ્વારા કરાયું સેવાકીય કાર્ય
લાયન્સ કલબ ઓફ સુરત સરદાર માર્કેટ દ્વારા આજ તારીખ ૨૩/૧૦/૨૦૨૩ ને સોમવારના રોજ મોનિલ ગોપાલ સિંહ જે નાની ઉમરે બને કાનોમાં બહેરાશ આવી જતાં તેમને બે ઈયરીંગ મશીન પ્રદાન કરવામાં આવ્યાં હતા. તારીખ ૨૩/૧૦/૨૦૨૩ના રોજ વિકલાંગ હેલ્થ કેર, લાયન નાનજીભાઈ પટેલની ઓફિસ પાંડેસરા ઉધના ખાતે કરવામાં આવેલા આ કાર્યક્રમ માટે દાતા સેક્રેટરી લાયન બાબુભાઈ પટેલ દ્વારા રુ.૧૮૦૦૦/- દાન કરાયા હતા ત્યારે ઉપરોક્ત સેવાકિય પોગ્રામમાં DG લાયન પખાલેજી,Vdg2nd લાયન મોનાબેન દેસાઈ રિજીયન ચેયરમેન લાયન રવિન્દ્ર પાટીલ Pdg લાયન અરવિન્દભાઈ પટેલ, સેક્રેટરી લાયન બાબુભાઈ પટેલ રિજીયન ચેયરમેન લાયન શિખા સ્વરુપિયા,લાયન પરેશ પટેલ અને લાયન નાનજીભાઈ પટેલ ઉપસ્થિત રહયા હતા.