November 21, 2024

Navratri:ગરબાની રમઝટમાં હવે સમયની પાબંદી આડે નહિ આવે

નવરાત્રીમાં ખેલૈયાઓનો ઉત્સાહ એટલો બધો હોય છે કે કયારે રાત્રે 12 વાગી જાય એ જ ખબર નહિ પડે અને આટલું રમ્યા પછી પણ એવું જ લાગે કે, હજુ તો શરુઆત જ કરી હતી ને સમય પૂરો થઈ ગયો. કારણ કે સરકાર દ્વારા રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબે ઘુમવાની છૂટ આપવામાં આવી હતી. પરંતુ આજે આવેલા સમાચારમાં સરકારે હવે સમયની પાબંદી દૂર કરી દીધી છે અને જેટલાં વાગ્યા સુધી ગરબા રમવા હોય એટલા વાગ્યા સુધી રમવાની છૂટ આપી દીધી છે.

આ જાહેરાત બાદ હવે તમે નવરાત્રિમાં ગમે તેટલા વાગ્યા સુધી ગરબા રમશો તો પણ પોલીસ ગરબા બંધ કરાવવા નહિ આવે. આ અંગે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. ગૃહ રાજ્યમંત્રીએ તમામ જિલ્લા પોલીસ વડા સાથે વીડિયો કોન્ફરન્સ કરીને આ સૂચના આપી છે. હવે રાતે 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવવા માટે પોલીસ નહી જાય.

સરકારના આ નિર્ણયના કારણે ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાયો છે જેના કારણે નવરાત્રીના જૂના દિવસો માણવા મળશે, જ્યારે વહેલી સવાર સુધી ખેલૈયાઓ થાક્યા વિના ગરબે ઘુમતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *