November 24, 2024

Emergency: આવતીકાલે ગુજરાતભરના મોબાઈલમાં ગુંજશે સાયરન

photo credit IASPOINT

આજે ટેકનોલોજીએ ભલે હરણફાળ ભરી હોય પરંતુ ભુકંપ,પૂર કે વાવાઝોડાં જેવી પરિસ્થિતિમાં ઘણાને યોગ્ય રીતે માહિતી ન મળવાને લીધે મુશ્કેલી થતી હોય છે અને લોકો અફવાઓ અને ભયના કારણે યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. આવું ન બને આ માટે સરકારે એક પહેલ કરી છે જેના ભાગરુપે સમગ્ર રાજ્યમાં આવતીકાલે તા.16 ઓક્ટોબર 2023 સોમવારના રોજ સવારે 11.00 કલાકે ‘સેલ બ્રોડકાસ્ટનું મોટા પાયે પરીક્ષણ’ (Large Scale Testing of Cell Broadcast) થનાર છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવશે.

આ માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- NDMA દ્વારા SACHET પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી જાહેર જનતાને ડિઝાસ્ટર સંબંધી મેસેજ અલગ અલગ માધ્યમથી મોકલી શકાય છે. આ મેસેજને અવગણવો કારણ કે તમારા તરફથી કોઈ પગલાં કે ચિંતા કરવાની જરૂર નથી. આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી સમગ્ર દેશની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો