પર્વતોના રાજા હિમાલયની પુત્રી તરીકે થયો હતો માતા ‘શૈલપુત્રી’નો જન્મ
આસો નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. મા શૈલપુત્રીનું નામ સંસ્કૃત શબ્દ ‘શૈલ’ પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે પર્વત અને પુત્રીનો અર્થ થાય છે પુત્રી. પર્વતરાજની પુત્રી શૈલપુત્રી કહેવાય છે. નવરાત્રિનાં પ્રથમ દેવી છે. પર્વતોના રાજા “પર્વત રાજ હિમાલય”ની પુત્રી તરીકે માતાનો જન્મ થયો હતો. જો કે એની પાછળ એક દંતકથા છે
મા શૈલપુત્રીની કથા
એકવાર પ્રજાપતિ દક્ષ (સતીના પિતા)એ યજ્ઞનું આયોજન કર્યુ. આ દરમિયાન તેમણે બધા દેવતાઓને આમંત્રિત કર્યા પરંતુ ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યું નહોતું, પરંતુ સતી આમંત્રણ વિના પણ યજ્ઞમાં જવા તૈયાર થઈ. ભગવાન શિવે તેમને આમંત્રણ વગર યજ્ઞમાં જવું યોગ્ય ન હોવાનું સમજાવ્યુ, પરંતુ જ્યારે સતી માન્યા નહિ અને આમંત્રણ વિના પિતાના ઘરે પહોંચી ગયાં પણ સતી સાથે તેની માતા સિવાય કોઈએ બરાબર વાત ન કરી. તેઓ આવું અપમાન સહન ન કરી શક્યા અને ક્રોધ અને અપરાધભાવમાં તેમણે યજ્ઞમાં કૂદીને પોતાના પ્રાણ આપી દીધા. ભગવાન શિવને આ સમાચાર મળતાં જ તેમણે પોતાના ગણને દક્ષમાં મોકલી દીધા અને ચાલી રહેલા યજ્ઞનો નાશ કર્યો. ત્યાર બાદ આગળના જન્મમાં તેમનો જન્મ હિમાલયની પુત્રી તરીકે થયો હતો, જેને શૈલપુત્રી કહેવામાં આવે છે.
મા શૈલપુત્રીનો બીજમંત્ર
ह्रीं शिवायै नम:
મા શૈલપુત્રીની પૂજા કરવાનો મંત્ર
ओम देवी शैलपुत्र्यै नमः
મા શૈલપુત્રીનો ધ્યાન મંત્ર
वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।
वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥