ઇઝરાયલથી 212 ભારતીયો સાથે પ્રથમ વિમાન દિલ્હી પહોંચ્યું
હમાસે કરેલા ઈઝરાયલ પરના હુમલા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નિક્ળ્યું છે અને આ ભીષણ યુધ્ધમાં આશરે 2500 લોકોના મોત થયા છે ત્યારે ભારત સરકાર દ્વારા ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા ઓપરેશન અજય શરૂ કરવામાં આવ્યું છે અને આ ઓપરેશન અજય હેઠળ ઇઝરાયલથી 212 ભારતીય નાગરિકો આજે સવારે ફ્લાઇટ AI1140 દ્વારા નવી દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, ”હાલ ચાર્ટર ફ્લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પણ જો જરૂર પડશે તો એરફોર્સનો પણ ઉપયોગ કરવામાં આવશે. આજે સવારે લગભગ 212 લોકોને પરત લાવવામાં આવી રહ્યા છે ત્યારે અમે ઇઝરાયેલમાં રહેતા અમારા ભારતીય નાગરિકોને દૂતાવાસમાં જલ્દી રજીસ્ટ્રેશન કરાવવાની અપીલ કરીએ છીએ.”
ઇઝરાયેલના યુદ્ધ વચ્ચે દેશ છોડવા માંગતા 212 ભારતીયોને લઇને પ્રથમ ચાર્ટર ફ્લાઇટે ગુરુવારે બેન ગુરિયન એરપોર્ટ પરથી ઉડાણ ભરી હતી. જો કે હજુ પણ ઈઝરાયેલમાં લગભગ 18000 ભારતીયો છે. તેમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધુ છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ અત્યાર સુધી કોઈ ભારતીયના જાનહાનિના સમાચાર નથી પરંતુ એક વ્યક્તિના ઘાયલ છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પરંતુ તેનો સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
અ