Surat: જુ. કેજીની વિદ્યાર્થીનીને 35 થપ્પડ જડી દેનાર શિક્ષિકાની ધરપકડ
શિક્ષક બાળકના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે માટે બાળકોને કંઈક શીખવવા માટે ક્યારેક આકરા પણ થવું પડે છે. પરંતુ સુરતની સાધના નિકેતન શાળાની શિક્ષિકાએ તો કોઈક કારણસર જુનિયર કેજીની વિધ્યાર્થીનીને 35 થપ્પડ ઝીંકી દીધી હતી. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી અને જ્યારે માતાએ બાળકીનો યુનિફોર્મ બદલાવ્યો ત્યારે તેની પીઠ પર ઇજાના નિશાન જોયા હતા ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો જેથી બાદમાં આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જેને પગલે પોલીસે જવાબદાર શિક્ષિકાની ધરપકડ કરી લીધી છે.
શિક્ષિકાની આ કરતૂતની જાણ અન્ય વાલીઓએ પણ થતાં તેમણે પણ અવાજ ઉઠાવ્યો હતો અને સમગ્ર ઘટના અંગે પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી અને ક્લાસરૂમના સીસીટીવી ચેક કરાવ્યા હતા,જેમાં આ વાત સાબિત થતાં જ કાપોદ્રા પોલીસમાં શિક્ષિકા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી તેમજ તેમનું રાજીનામું પણ માંગી લેવામાં આવ્યું હતું. જો કે આ ઘટનાને લઇને હોબાળો થતા શિક્ષિકા તેમના સંબંધીના ઘરે જતી રહી હતી પરંતુ પોલીસે શિક્ષિકાનો શોધી લઇને તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.