Mumbai: પતિ પણ ડિવોર્સ દરમિયાન માંગી શકે છે વળતર
ડિવોર્સ દરમિયાન ખાસ કરીને પતિ દ્વારા પત્નિને વળતર ચુકવવામાં આવતી હોવાની વાતો સાંભળવામાં આવતી હોય છે ત્યારે હાલમાં જ મુંબઇમાં એક કપલના ડિવોર્સ કેસનો રસપ્રદ ચુકાદો સામે આવ્યો છે. આ કેસમાં પત્નીએ તેના પતિને 10 કરોડનું વળતર ચુકવવું પડ્યું છે.
હિન્દુ લગ્ન અધિનિયમની કલમ – 9 રેસ્ટીટ્યૂશન ઑફ કૉન્જુગલ રાઇટ્સ એટલે કે, દાંપત્ય અધિકારોની પુનર્સ્થાપના વિશે જણાવે છે. જ્યારે કોઇ પતિ-પત્ની ચોક્કસ કારણથી અલગ થાય છે ત્યારે કોઇપણ પક્ષ કોર્ટમાં જઇને બીજા પક્ષ સાથે રહેવાની વાત કરી શકે છે. જો કોર્ટનો આદેશ માનવામાં ન આવે તો બન્ને પક્ષમાંથી કોઇપણ એક ડિવોર્સની માંગ કરી શકે છે. જો બન્નેની સહમતિથી ડિવોર્સ થતા હોય તો કોઇ સમસ્યા ઉભી થતી નથી.
જો કે, હિન્દુ મેરેજ એક્ટની કલમ 25માં મેઈન્ટેનસ અને વળતરની પણ જોગવાઇ છે. જેમાં પતિ અને પત્ની બન્નેને અધિકાર છે પણ તેના માટે શરત એ છે કે, પતિ પાસે કમાણીનું કોઇ સાધન ન હોય અથવા જ્યારે તેની આવક પત્નીની આવકથી ઓછી હોય.