November 21, 2024

RAID:સચિન-લાજપોરમાં દુકાનદારો,જાહેરમાં ધુમ્રપાન કરનારાઓ પાસેથી રૂ.૨૨,૨૦૦નો દંડ વસુલાયો

સૂરતઃરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમે સચિન-લાજ્પોર ખાતે તમાકુ વિક્રેતાઓ દ્વારા બિનઅધિક્રુત રીતે તમાકુ વેચાણ કરનાર વેપારીઓ અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓને સ્થળ પર જ દંડ વસુલાતની કામગીરી કરી રૂ.૨૨,૨૦૦ના દંડની વસુલાત કરવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના નોડલ ઑફિસર ડૉ.અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ તમાકુ વિરોધી ઝુંબેશ હાથ ધરી “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડ્ક્ટ એક્ટ-૨૦૦૩” એક્ટના સઘન અમલીકરણના ભાગરૂપે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.


જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમ એપિડેમીક મેડિકલ ઑફિસર ડૉ.કૌશિક મહેતા, રાષ્ટ્રીય તમાકૂ નિયંત્રણ કાર્યક્રમના કાઉન્સેલર કિર્તીરાજ સોલંકી. સો.વ.મુકેશ શ્રીવાસ્તવ તેમજ વહિવટી અધિકારી મંગેશભાઈ ચિખલીકર, ડી.એસ.આઇ હસમુખ રાણા અને પી.આઇ આર.આર.દેસાઇ, પો.કો હરપાલસિંહ પઢિયાર પો.કો જગદીશભાઈ ચૌધરી સચિન પોલિસના સહકારથી કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન તમાકુ વેચાણ કરતા વેપારીઓને સ્ક્વૉડ ટીમ દ્વારા માર્ગદર્શન આપી નિયમાનુસાર તમાકુ વેચાણ કરતી દુકાનો પર લગાવાના નિયત માપ પ્રમાણે સુચના બૉર્ડ લગાવવાની સુચનાઓ આપવામાં આવી હતી તેમજ ગેરકાયદે વેચાણ કરનારાઓ અને જાહેરમાં ધૂમ્રપાન કરનારાઓ પાસેથી રૂ.૨૨,૨૦૦નો દંદ વસુલાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *