November 24, 2024

SMC: સગરામપુરામાં ડ્રેનેજની કામગીરી અર્થે કેટલાંક રસ્તાઓ રહેશે બંધ

સેન્ટ્રલ ઝોનમાં સગરામપુરા વિસ્તારમાં બાકી રહી ગયેલી ડ્રેનેજની કામગીરી પૂરી કરવા માટે આગામી 7 ઓક્ટોબર થી કામગીરી શરૂ કરવામાં આવશે અને આ કામગીરી 11 નવેમ્બરના રોજ પુરી થશે જેથી આ રોડ પર વાહન વ્યવહાર તથા રાહદારીઓની અવર જવર પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે અને આ દરમિયાન વૈકલ્પિક રોડ જાહેર કરવામા આવ્યા છે તેમજ આંતરિક રસ્તાઓનો ઉપયોગ પણ કરી શકાશે.

પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં બાકી રહેલી ડ્રેનેજની કામગીરી આગામી દિવસોમા સગરામપુરા કૈલાસનગર ગરબા ચોકથી વિજય વલ્લભ ચોક સુધીના રસ્તા પર કામગીરી કરવામાં આવશે જેથી કામગીરી દરમ્યાન સગરામપુરા કૈલાસનગર ગરબા ચોકથી નાનપુરા વિજય વલ્લભ ચોક તરફ આવતા વાહનો અને રાહદારીઓએ લાલવાડી ટપાલ મંડપ થઈ ગોલકીવાડ થઈ ક્ષેત્રપાળ મંદિર થઈ વિજય વલ્લભચોક તરફ તેમજ મહાદેવનગર થઈ રીંગરોડ થઈ મજુરાગેટ થઈ શારદા સર્કલ થઈ નાનપુરા વિજય વલ્લભ ચોક તરફ જઈ શકશે. તેમજ મહાદેવનગર થઈ રીંગરોડ મજુરાગેટ થઈ જૂની આર.ટી.ઓ થઈ નાનપુરા જીવનભારતી સ્કૂલ થઈ લાફીંગ બુધ્ધા સર્કલ થઈ નાનપુરા વિજય વલ્લભ યોક તરફ જઈ શકશે.

આવી જ રીતે નાનપુરા વિજય વલ્લભ ચોક થી સગરામપુરા કૈલાશનગર, ગરબા ચોક તરફ જતા વાહનો અને રાહદારીઓએ વિજય વલ્લભ યોક થઈ ક્ષેત્રપાળ મંદિર થઈ ગોલકીવાડ થઈ લાલવાડી ટપાલ મંડપ થઈ કૈલાશનગર, ગરબા ચોક તરફ તેમજ વિજય વલ્લભ ચોક થઈ શારદા સર્કલ થઈ મજુરાગેટ થઈ રીંગરોડ થઈ મહાદેવનગર થઈ સગરામપુરા કૈલાશનગર, ગરબા ચોક તરફ જઈ શકાશે. તેમજ વિજય વલ્લભ ચોક થઈ લાફીંગ બુધ્ધા સર્કલ થઈ નાનપુરા જિવનભારતી સ્કૂલ થઈ રીંગ રોડ જુની આર.ટી.ઓ થઈ મજુરાગેટ થઇ મહાદેવનગર થઇ સગરામપુરા કૈલાશનગર, ગરબા ચોક તરફ જઈ શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો