Earthquake: દિલ્હી-NCRમાં 4.6 અને 6.2ની તિવ્રતાએ 2 વાર ધ્રુજી ધરા
શિયાળો દસ્તક આપી રહ્યો છે ત્યારે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરના સુમારે અચાનક જ ધરતીમાં કંપન અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપના આંચકા બપોરે 2:53 મિનિટે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાંઅનુભવાયા હતા. અચાનક જ ધરતી ધ્રૂજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી ગયા હતા.
નેશનલ સિસ્મોલોજી સેન્ટર મુજબ, ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પ્રથમ આંચકો બપોરે 2.25 કલાકે અનુભવાયો હતો, જેની તીવ્રતા 4.6 હતી.આ ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું અને લગભગ અડધા કલાકની અંદર, બીજો ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા 6.2 હતી. આ ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 5 કિલોમીટરની ઊંડાઈએ હતું જેથી તેના આંચકા ખૂબ જ ઝડપથી અને દૂર સુધી અનુભવાયા હતા. આ આંચકા દિલ્હી ઉપરાંત ગાજિયાબાદ, નોઇડા અને ફરીદાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.