October 30, 2024

સુરતથી ગોવા અને પુણે જવું બનશે સરળ: 10 ઓક્ટોબરથી ફ્લાઇટ શરૂ

સુરતમાં દેશના ખુણે ખુણેથી લોકો ધંધા રોજગાર અર્થે આવીને વસ્યા છે અને રોજ બિઝનેસ માટે પણ લોકો આવતા જતાં રહે છે ત્યારે આસાનીથી અને સમયના વેડફાટ વિના નિર્ધારીત જગ્યાએ પહોંચવા માટે ફલાઈટની કનેક્ટિવિટી એક સારું માધ્યમ છે ત્યારે આગામી 10 ઓક્ટોબરથી સ્પાઇસ જેટ એરલાઇન્સ સુરતથી ગોવા અને પુણેની ફ્લાઇટ શરૂ કરી રહી છે જેના માટે બે ફ્લાઇટનું બુકિંગ પણ સ્પાઇસ જેટ એરલાઇન્સે શરૂ કરી દીધું છે. પહેલી વખત સુરત એરપોર્ટને નોર્થ ગોવાના મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટની કનેક્ટિવિટી મળતાં સુરતીઓને ખાસ્સી રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *