October 30, 2024

‘શ્રમદાન’:સુરતમાં ‘1 તારીખ 1 કલાક’ની ઐતિહાસિક ઉજવણી

દેશના પ્રથમ રાષ્ટ્રપિતા અને આઝાદીના મુખ્ય લડવૈયા મહાત્મા ગાંધીની તારીખ બીજી ઓક્ટોબરના રોજ જન્મ જયંતીની ઉજવણીના અવસરે દેશમાં કચરા મુક્ત ભારત થીમ પર ચાલી રહેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાથે સ્વચ્છતાના પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના નાનપુરા નાવડી ઓવારા ખાતે નવસારીના સાંસદ સી.આર.પાટીલ તેમજ મ્યુ.કમિશ્નર શાલિનીબેન અગ્રવાલની ઉપસ્થિતિમાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ અંતર્ગત એક કલાક શ્રમદાનમાં જોડાયા હતા.


સ્વચ્છતાના આ જનઆંદોલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોનો ૧લી ઓક્ટોબરે એક કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કરી જાહેર સ્થળોને સાફ કરવા અનુરોધ કર્યો હતો જેમાં દરિયા કિનારે, નદી કિનારે તેમજ ધાર્મિક સ્થળો સહિત સુરતમાં દરેક વોર્ડમાં બે જગ્યા મળીને ૬૦ સ્થળોએ ૧૫૦૦થી વધુ નાગરિકો સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા. નાવડી ઓવારા ખાતે વિદ્યાર્થીઓ, શહેરીજનો, મનપાના અધિકારીઓ, કર્મચારીઓ સહિત સફાઈકર્મીઓ શ્રમદાનમાં જોડાઈ મહાત્મા ગાંધીના સ્વચ્છતાના આગ્રહને સુરતવાસીઓએ અનુસરી છે.


મ્યુ.કમિશ્નર શાલિનીબેન અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રીના આહ્વાનને સુરતીઓ નાનપુરા નાવડી ઓવારા ખાતે મોટી સંખ્યામાં સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે. સમગ્ર ભારત દેશમાં એક તારીખ એક કલાક શ્રમદાન ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. દરેક વોર્ડમાં બે – બે જગ્યાએ સ્વચ્છતાનું આયોજન કરાયું છે. સુરતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશમાં અધિકારીઓ,કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, સ્વચ્છતાકર્મીઓ સહિત શહેરીજનો જનભાગીદારીએ શ્રમદાન માટે ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ થકી જન આંદોલન બનાવ્યું હોવાનુ તેમણે કહ્યું હતું.


નાનપુરા નાવડી ઓવારા ખાતે મહાશ્રમદાન થકી સામુહિક સફાઈના કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રાણા, મનપા ડે. કમિશ્નર કમલેશ નાયક, સંગઠન શહેર પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, આરોગ્ય અધિકારીઓ, વિદ્યાર્થીઓ, મોટી સંખ્યામાં બહેનો, મનપા અધિકારીઓ, સ્વચ્છતા કર્મીઓ સહિતના શહેરીજનો ઉપસ્થિત રહીને સફાઈ કરી મહાત્મા ગાંધીના સ્વચ્છતાના સૂત્રને સાર્થક કરવા એક કલાક શ્રમદાન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *