લાયન્સ ક્લબ ઓફ લીંબાયત SEZ રિજન 3, ઝોન 2 ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપ યોજાયો
લાયન્સ ક્લબ ઓફ લીંબાયત એસઈજેડ રિજન 3, ઝોન 2 દ્વારા ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન જ્ઞાનજ્યોત વિદ્યાલય મહારાણા પ્રતાપ ચોક ગોડાદરા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં શ્રી યોગેશ પોતા જી મુખ્ય ટ્રેનર તરીકે ઉપસ્થિત રહ્યા અને ટ્રેનિંગ આપી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપકભાઈ પખાળે હાજર રહ્યા હતા, ગેસ્ટ ઓફ હોનોર તરીકે શ્રીમતી મોના દેસાઈ જી (સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર) લાયન પરેશ પટેલ, કન્વેનર લાયન લતા અભાની સ્પેશિલ ગેસ્ટ તરીકે જ્ઞાનજ્યોત વિદ્યાલયના પ્રિન્સિપાલ લાલજીભાઈ નકુમ, ડીએલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી મમતા લીલીયાવાળા, વર્દી ગેસ્ટ તારીખે રિજન 3ના ચેયરમેન ડો. રવિન્દ્ર પાટીલ અને પ્રોજેક્ટ કોર્ડીનેટર રાજીન્દર કૌર ચીમાં, ડો. મંગલા પાટીલ ઉપસ્થિત રહ્યા
આ ટ્રેનિંગ વર્કશોપમાં નૈતિક મૂલ્યો આધારિત કેળવણી, ચારીત્ય વિકાસ, વ્યક્તિત્વ ઘડતરનો કાર્યક્રમ, સંસ્કાર સિંચન કરાવતી પ્રયોગશાળા વિસ્યનોથી વિમુખ બનાવતો કાર્યક્રમ, લાયન્સ કવેસ્ટ કાર્યક્રમ શું છે ?, ભારતમાં લાયન્સ કવેસ્ટ કાર્યક્રમ જેવા વિવિધ વિષયો પર પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં જ્ઞાનજ્યોત સ્કૂલ, એમપી લીલીયાવાળા, રેંબો સ્કૂલના કુલ 30 શિક્ષકો ઉપસ્થિત હતા, આ વર્ક 2 દિવસ સુધી ચાલશે.