Good News:Smart Cityની દોડમાં સુરતે મેળવ્યો 2nd નંબર
27મી સપ્ટેમ્બર બુધવારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં સ્માર્ટ સિટીના નેશનલ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 2022માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શહેરોને એવોર્ડ આપવામાં આવ્યા હતા જેમાં ઈન્દોરે આ કાર્યક્રમમાં સૌથી વધુ 7 એવોર્ડ જીત્યા છે ત્યારે ગુજરાતના સુરત શહેરને બીજું અને આગ્રાને ત્રીજું સ્થાન મળ્યું છે. કાર્યક્રમમાં દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજેતાઓને એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા.
દેશના નંબર વન સ્વચ્છ શહેર ઈન્દોરે વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. જ્યાં ઈન્દોરને હવાઈ સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં નંબર વન આવ્યા બાદ દેશનું નંબર વન સ્વચ્છ શહેર અને નંબર વન સ્માર્ટ સિટીનો એવોર્ડ મળ્યો છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજેતાઓને સન્માનિત કર્યા. સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં 61 પુરસ્કારો આપવામાં આવ્યા હતા ત્યારે સુરતને બીજો ક્રમાંક મળતાં સુરતીઓ ગર્વ અનુભવી રહ્યા છે.