October 30, 2024

RSSના વડા મોહન ભાગવતના હસ્તે સુરતમાં અંગદાતા પરિવારનું સન્માન 

સુરતમાં ઓર્ગન ડોનેશન હેઠળ ડોનેટ લાઈફ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવત હાજર રહ્યા હતા, જેમાં તેમણે સુરત તેમજ દેશભરમાંથી જે લોકોએ અંગદાન કર્યું છે તેમના પરિવારજનોનું સન્માન કર્યું હતું.

સુરતમાં ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતના હસ્તે અંગદાતા પરિવારને સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંગદાતા અને અંગ મેળવનારા લોકોએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને આ દરમિયાન અંગદાતાના પરિવારને સન્માનિત કરવાની સાથે અંગદાનના સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ડોનેટ લાઈફની કામગીરી જોતા પોસ્ટર વિભાગ દ્વારા એક ટિકિટ પણ જાહેર કરવામાં આવી છે. 

આ કાર્યક્રમ દરમિયાન આરએસએસ વડા મોહન ભાગવતે કહ્યું હતુ કે, ”દેશના નાગરિકો સુખ દુઃખદ સહભાગિતા બને તે દેશભક્તિ છે. અંગદાન દેશભક્તિનું સ્વરૂપ છે. મૃત્યુ બાદ પણ શરીર કોઈના ઉપયોગમાં આવી શકે તો અંગદાન કરવું જ જોઈએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *