November 24, 2024

સુરતની હોસ્પિટલની દાંડાઈ, મહારાષ્ટ્રનો આયુષ્યમાન કાર્ડ નહીં સ્વિકારતાં દર્દીને વતન ખસેડવા પડ્યા

દેશનાં ગરીબ શ્રમિકો માટે મહત્વની આરોગ્યલક્ષી “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” (PMJAY) “આયુષ્યમાન કાર્ડ” મહારાષ્ટ્રનાં લાભાર્થી દર્દીને સુરતની યુનિકેર હોસ્પિટલમાં વહીવટી કારણોસર સ્વીકાર્ય નથી એ બાબતે તાકીદે તપાસ કરવા અંગે સુરત મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર, અસલમ સાયકલવાલા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં તેમણે જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં ગરીબ શ્રમિકો માટે આરોગ્યલક્ષી “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” (PMJAY) “આયુષ્યમાન કાર્ડ” ધરાવતા લાભાર્થી શેખ શકુર શેખ અબ્દુલ્લા જેઓ મૂળ મહારાષ્ટ્રનાં બુલઢાણા જીલ્લામાં આવેલ ખામગાઓનાં વતની અને વર્ષોથી સુરતમાં ધંધાર્થે વસવાટ કરી રહ્યાં છે. મહારાષ્ટ્ર રાજ્યનાં “આયુષ્યમાન કાર્ડ” નાં લાભાર્થી દર્દી એવા શેખ શકુર હાલમાં હ્રુદયની (બાયપાસ ઓપરેશન) વધુ સારવાર માટે સુરત શહેરની પ્રખ્યાત યુનિકેર હોસ્પિટલમાં છે.પરંતુ હોસ્પિટલનાં સંચાલકો દ્વારા મહારાષ્ટ્ર રાજ્યનાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)નાં કાર્ડને સ્વીકારવાની ના પાડી રહ્યા છે. સંચાલકો જણાવી રહ્યા છે કે,મહારાષ્ટ્ર સરકાર વહીવટી કારણોસર લાભાર્થી દર્દીએ સુરતમાં કરેલ સારવારનાં વળતર માટેનાં બિલ ઝડપથી પાસ કરતા નથી જેનાં કારણે હોસ્પિટલને ઘણી મુશ્કેલી પડે છે.
સુરતમાં લાખોની સંખ્યામાં મહારાષ્ટ્રીયન પરિવારો વસવાટ કરે છે જેમાં મોટાભાગે ગરીબ – શ્રમિક પરિવારો છે. જ્યારે સુરતમાં મૂળ મહારાષ્ટ્રનાં અને નવસારી લોકસભાનાં સાંસદ સી.આર. પાટીલ (ભાજપ પ્રદેશ પ્રમુખ),ધારાસભ્ય શ્રીમતી સંગીતા પાટીલ,સુરત મહાનગરપાલિકાનાં ડે. મેયર તેમજ મહત્વની બે સમિતિનાં અઘ્યક્ષ પદે કાર્યરત હોય અને એ જ સુરતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ મહારાષ્ટ્ર રાજ્યનાં આરોગ્ય કાર્ડ ધરાવતા લાભાર્થી દર્દીને સારવારનો લાભ ન મળે એ યોગ્ય નથી.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ મહારાષ્ટ્ર રાજ્યમાં બનેલ “આયુષ્યમાન કાર્ડ” ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારના યોગ્ય સંકલનનાં અભાવ તેમજ વહીવટી કારણોસર સુરતની ખાનગી હોસ્પિટલોમાં માન્ય ન ગણાતા એન્જીયોગ્રાફિ માટે ગરીબ શ્રમિક દર્દીનાં પરિવારને રૂ.૧૨૦૦૦/- રોકડ ભરવાની ફરજ પાડવામાં આવી તથા હ્રુદયની વધુ સારવાર માટે ગરીબ શ્રમિક દર્દીનાં પરિવારને યુનિકેર હોસ્પિટલ દ્વારા ફરજીયાત ડીસચાર્જ કરવામાં આવતા પરિવારને અનિચ્છાએ સુરતથી મહારાષ્ટ્ર લઈ જવાની ફરજ પડી છે. જેથી આર્થિક રીતે સાવ નબળા દર્દી એવા શેખ શકુરને હાલમાં હૃદયનું ઓપરેશન તાકીદે કરવું જરૂરી હોય આ બાબતને ગંભીરતાથી લઈ તાકીદે મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર વચ્ચે યોગ્ય સંકલન કરાવી આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા મારી વિનંતી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો