November 23, 2024

ભારતીય મેડિકલ સ્નાતકો વિદેશમાં કરી શકશે પ્રેકટિસ:WFMEની માન્યતા

ભારતની કોઇ પણ મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ માટે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં મેડિકલ પ્રેક્ટિસ કરીને કારકિર્દી ઘડવાનો માર્ગ ખુલ્યો છે. વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન (WFME) તરફથી 10 વર્ષ માટે નેશનલ મેડિકલ કમિશનને માન્યતા અપાઇ હોવાથી ભારતના મેડિકલ ગ્રેજ્યુએટ્સ હવે વિદેશમાં પણ મેડિકલ પ્રેક્ટિસ કરી શકશે.

ભારતમાં MBBSનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ અત્યાર સુધી માત્ર ભારતમાં જ મેડિકલ પ્રેક્ટિસ કરી શકતા હતા. જો કે હવે WFME પાસેથી મળેલી માન્યતા બાદ ભારતીય વિદ્યાર્થીઓ ફોરેન મેડિકલ એજ્યુકેશન અને યુનાઇટેડ સ્ટેટ્સ મેડિકલ લાઇસન્સિંગ એક્ઝામિનેશન માટે પણ અરજી કરી શકશે.આ માન્યતા મળ્યા બાદ જ્યાં WFMEની માન્યતાની જરૂર છે ત્યાં ભારતીય વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસના દ્વાર ખુલ્યા છે.
અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોને પહેલાથી જ માન્યતા મળી ચુકી છે. જો કે, તેના એક્રેડિટેશન માટે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ્સે શિક્ષણ અને તાલીમના આંતરરાષ્ટ્રીય માપદંડોને જાળવવા જરૂરી છે. WFMEની માન્યતા પ્રાપ્ત કરવાની પ્રક્રિયા માટે દરેક મેડિકલ કોલેજે લગભગ 50 લાખ રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો હોય છે. આ ફંડથી WFMEની ટીમ અહીં મુલાકાત કરે છે અને તેમના રહેવાનો અને અન્ય ખર્ચ પણ મેડિકલ કૉલેજે ઉઠાવવો પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો