સુરત એરપોર્ટ પર 9 સીટર વિમાનનું ટાયર ફાટ્યું: મુસાફરો સુરક્ષિત
સુરત એરપોર્ટ પર 9 સીટર વેન્ચ્યુરા કંપનીના વિમાનના લેન્ડિંગ સમયે વિમાનનું ટાયર ફાટ્યું હતું. વિમાનનું ટાયર ફાટતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા ત્યારે સુરક્ષાના ભાગરુપે રનવે બંધ કરવામાં આવ્યો હતો. દુર્ઘટના બની એ સમયે વિમાનમાં 6 મુસાફરો સવાર હતા. જો કે બાદ એરક્રાફ્ટને સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવી ફાયર બ્રિગેડની ટીમે મુસાફરોને સલામત એરક્રાફ્ટમાંથી ઉતાર્યા હતા.
ઘટના અંગે મળતી માહિતી મુજબ ગતરોજ અમદાવાદથી રાતે 8 વાગ્યે વેન્ચુરાનું 9 સીટર પ્લેન ટેકઓફ થયુ હતું, જેમાં 6 મુસાફરો સવાર હતા. આ પ્લેન 9 વાગ્યાની આસપાસ સુરત એરપોર્ટ પર લેન્ડ કરી રહ્યુ હતું, ત્યારે અચાનક જ તેનું ટાયર ફાટી ગયું હતું. આ ઘટનાથી પ્લેનમાં સવાર તમામ મુસાફરોમાં ભય ફલાયો હતો પરંતુ ટાયર ફાટવા છતા કેપ્ટને પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યુ હતું. આ ઘટનાને પગલે 2 કલાક સુધી સુરત રનવે બંધ રાખવો પડ્યો હતો. રનવે બંધ રહેતા એક વિમાન અમદાવાદ ડાઈવર્ટ કરાયુ હતું જ્યારે બીજું વિમાન આકાશમાં 5 ચક્કર માર્યા બાદ લેન્ડ થયું હતું.