May 25, 2025

“રાજયકક્ષાની તરણસ્પર્ધામાં નવનીત સેલરને ૪-ગોલ્ડ મેડલ અને ૨-સિલ્વર મેડલ”

સુરત જીલ્લા એકવેટીક એસો. દ્વારા આયોજીત ૧૨ મી ગુજરાત સ્ટેટ માસ્તર સ્વીમીંગ સ્પર્ધા રૂસ્તમપુરા તરણકુંડ, સુરત ખાતે યોજાઈ હતી જેમાં નવનીતભાઈ ડી. સેલર (નિવૃત્ત વ્યાયામ શિક્ષક) એમ. ટી. જરીવાલા હાઈસ્કુલ, અઠવાલાઈન્સ, સુરતએ ૬૦ થી ૬૪ વર્ષ વયગૃપમાં ભાગ લઈ (૧) ૨૦૦ મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ, (૨) ૧૦૦ મીટર બેક સ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ, (૩) ૪ × ૫૦ ફી સ્ટાઈલ રીલેમાં ગોલ્ડ મેડલ, (૪) ૪ × ૫૦ મીડલે રીલેમાં ગોલ્ડ મેડલ, (૫) ૫૦ મીટર બેક સ્ટ્રોકમાં સિલ્વર મેડલ, (૬) ૫૦ મીટર બેસ સ્ટ્રોકમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સુરત શહેરનું નામ રોશન કર્યુ છે. હવે રાષ્ટ્રીયકક્ષાની માસ્તર સ્વીમીંગ ચેમ્પીયનશીપમાં ભાગ લેવા જશે ત્યારે આગળની તૈયારીના ભાગરુપે તેઓ સુરત મહાનગરપાલિકાના જોગાણીનગર ડાઈવીંગ તરણકુંડ ખાતે પ્રેકટીસ કરી રહ્યાં છે.