SMCનું નવું નજરાણું: ફક્ત મહિલાઓ માટે
સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુબાજુ વિસ્તારમાં BRTS અને સીટીબસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહેલ છે જેનો શહેરના નાગરિકો દ્વારા ખુબજ સારા પ્રમાણમાં લાભ લેવામાં આવી રહ્યો છે. જેના પરિણામે મુસાફરોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહેલ છે. સમગ્ર ભારતમાં સુરત શહેર માત્ર એક જ શહેર છે જ્યાં એક ટીકીટથી સીટીબસ અને BRTSમાં મુસાફરી કરી શકાય છે. હાલમાં BRTSના કુલ ૧૩ રૂટ તેમજ સીટીબસના કુલ ૪૫ રૂટ ઉપર આશરે દૈનિક ૨,૫૦,૦૦૦ જેટલા નાગરિકો જાહેર પરિવહન સેવાનો લાભ લઇ રહ્યા છે.
જોકે, તારીખ 18/08/2023 ના રોજ સુરત સીટીલિંક લિમિટેડની 38મી બોર્ડ મીટીંગમાં મંજુર થયા મુજબ સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જાહેર પરિવહન સેવામાં બીઆરટીએસ રૂટ નંબર 12 (સરથાણા નેચર પાર્કથી ongc કોલોની) ઉપર આજ તારીખ 17/09/2023 ના રોજ સાંજે 04:00 કલાકે સરથાણા નેચર પાર્ક ખાતે મા.મેયર દક્ષેશભાઈ માવાણી, મા. ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી, મા. ડેપ્યુટી મેયર ડો. નરેન્દ્રભાઈ પાટીલ, મા. સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ, મા.શાષક પક્ષ નેતા, માનનીય દંડક, માજી મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન શ્રીમતી રમીલાબેન પટેલ તથા અન્ય મ્યુ.સભ્યો/મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહિલા બસને ફ્લેગ ઓફ કરી શરૂ કરવામાં આવી છે. હાલમાં એક બસ રુટ પર દોડશે અને ભવિષ્યમાં અન્ય રુટ પર પણ જરુરીયાત અનુસાર મહીલાઓ માટે બસ શરુ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.