November 23, 2024

રવિવારે માણો ડુમસના દરિયા કિનારે પાલિકાના કાર્યક્રમની મજા

રજી ઓકટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતી અન્વયે સ્વચ્છતા માટે જન આંદોલનની ઉજવણી કરવા માટે સ્વચ્છ ભારત દિવસ (SBD) તરીકે ઉજવી રાષ્ટ્રપિતાને શ્રઘ્ધાંજલી આપવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે ૧પ સપ્ટેમ્બર થી ર જી ઓકટોબર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડીયાનુ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ/ શહેરી MOHUA ( Ministry of Housing and Urban Affairs) અને DDWS ઘ્વારા સયુંકત આયોજન કરવામાં આવેલ છે.

આ ઉજવણીનાં ભાગરૂપે સુરત મહાનગપાલિકા ઘ્વારા ઇન્ડીયન સ્વચ્છતા લીગ ર.૦અન્વયે રવિવાર તા. ૧૭ મી સપ્ટેમ્બર ર૦ર૩ રોજ સવારે ૭-૩૦ કલાકે ડુમ્મસ દરિયાગણેશ ખાતે સ્વચ્છ સુરત : ડુમ્મસ બીચ સફાઇ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરીજનોને સ્વચ્છતા અંગે જાગૃતતા અને કચરાનાં સેગ્રીગ્રેશન કરી યોગ્ય નિકાલ કરવા અંગે જાણકારી મળે તે માટે સુરત મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ / અધિકારીઓ શહેરની જાણીતા હસ્તીઓ રપ થી વધુ એન.જી.ઓ. શાળા / કોલેજોનાં વિધાર્થીઓ સાથે ઉપસ્થિત રહીને જાહેર જનતા સાથે મનોરંજક કાર્યક્રમો જેવા કે, ડુમ્મસ બીચની સફાઇ બીચ ગરબા રમતો વેસ્ટમાંથી બેસ્ટ લાઇટ સંગીત ડ્રમ સર્કલ તથા ટ્રેસ જીમ ડુમ્મસ બીચ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેથી શહેરીજનોને આ કાર્યક્રમનો મહત્તમ લાભ લઇ કાર્યક્રમને સફળ બનાવવા વિનંતી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો