બાળકોને સોશિયલ મિડીયાથી રાખો દૂર:અમદાવાદમાં સગીરા પીંખાઈ
આજે વયસ્કો તો ઠીક પણ બાળકો સુધ્ધાં સોશિયલ મિડીયાના બંધાણી બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. આજના સમયની માંગને લઈને માતાપિતા બાળકોના હાથમાં મોબાઈલ પકડાવી દે છે તો પછી કેટલાંક માતાપિતા તેમનું બાળક તેનો શો ઉપયોગ કરે છે તે પણ જોતાં નથી જેથી ક્યારેક ન બનવાની ઘટના સામે આવતી હોય છે. અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
અમદાવાદના નિકોલ ખાતે નોંધાયેલો કિસ્સો જોઈએ તો, ઈન્સ્ટાગ્રામમાં મિત્રતા કરી 16 વર્ષની સગીરા બે હેવાનનો શિકાર બની છે. ઈન્સ્ટાગ્રામમાં સગીરાને એક શખ્સ સાથે મિત્રતા થઈ હતી. બાદમાં આ શખ્સ તેને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો અને બાદમાં તેના મિત્ર સાથે પણ સગીરાને મોકલતો. આ રીતે સગીરાને ગર્ભ રહી ગયો છે અને વાત અહીંથી ન અટકતાં બંને નરાધમોએ અંગત પળોનો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી સગીરા પાસેથી 3 લાખ રૂપિયા પણ પડાવી લીધા છે.
ગુમસૂમ રહેતી સગીરાના માતા-પિતાએ આ અંગે પૂછતાં સગીરાએ સમગ્ર હકીકત જણાવી હતી જેથી આ અંગે નિકોલ પોલીસે બંને સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને એક આરોપી ગૌરવ શર્માની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.