શિક્ષણ-જગત સામાજિક સ્થાનિક પાલગામની શાળામાં હિન્દી દિવસે સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન અપાયું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક 319 માં આજરોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પ્રાર્થના સંમેલનમાં હિન્દીદિનની ઉજવણી કરવામાં આવી હતી જેનું સમગ્ર સંચાલન પણ બાળકોએ હિન્દી ભાષામાં જ કર્યું હતું ત્યારે આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ પરમારે હિન્દી ભાષાની ઉપયોગીતા વિશે જાણકારી આપી હતી. શાળામાં યોજાયેલા હિન્દી દિવસની ઉજવણી સાથે જ બાળકોને સાયબર ક્રાઈમથી બચવા માટેની માહિતી આપવા માટે પાલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ શાંતિલાલ ચૌધરી તથા પ્રિયંકા પરમાર, કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ, દીપિકાબેન અને સાયબર બ્રાન્ચના વિજયભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એમણે વિદ્યાર્થીઓને મોબાઈલ દ્વારા થતી સાયબર છેતરપિંડી અંગે માહિતી આપી કઈ કઈ પ્રવૃત્તિથી સાયબરના ઠગો આપણને લાલચ આપે છે તેની જાણકારી આપી અને તેનાથી બચવા માટે શું કરવું તેની માહિતી ઓડિયો વીડિયો દ્વારા આપી હતી. આ ઉપરાંત સાયબર ક્રાઇમથી બચવા માટે શું કરી શકાય તેની જાગૃતિ માટેનું એક એક પેમ્ફલેટ પણ દરેક બાળકને આપવામાં આવ્યું. જે બાળકો એમના ઘરે એમના વડીલોને પણ વાંચવા આપશે. વર્તમાન સમયમાં વધી રહેલી સાયબર ગુનાખોરી સામે રક્ષણ કઈ રીતે મેળવવું તે અંગેની આ જાણકારી વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થઈ પડશે. Continue Reading Previous શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સાથે જોડાવા માટે વિવિધ ઉપયોગી માહિતીNext સુરતમાં પ્રેમિકાએ અન્ય યુવક સાથે લગ્ન કરવાનું કહેતાં પ્રેમીએ રહેંસી નાખી વધુ વાર્તાઓ સામાજિક સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ, ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની ભૂમિકા વધુ શક્તિશાળી બની શિક્ષણ-જગત સુપર 30 ફેમ અને જાણીતા શિક્ષણવિદ આનંદ કુમાર દ્વારા ‘મિશન કામિયાબ’નું અનાવરણ સામાજિક નવરાત્રી પર્વ પર લજ્જા શાહે કોરીયોગ્રાફ કરેલા ગુજરાતના લોક નૃત્યોએ રંગ જમાવ્યો Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.