સુરતના નવા મેયર બન્યા દક્ષેશ માવાણી
સુરતના 38 માં મેયર તરીકે દક્ષેશ માવાણીના નામની જાહેરાત
ડેપ્યુટી મેયર – નરેશ પાટીલ
સ્થાયી સમિતિના ચેરમેન – રાજનભાઈ પટેલ
શાસક પક્ષના નેતા – શશીબેન ત્રિપાઠી
દંડક : ધર્મેશ વાણિયાવાલા
સુરત મહાનગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પૂરી થયા બાદ આજે સુરત શહેરના નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી જેમાં તમામ અટકળો વચ્ચે સુરતના 38 માં મેયર તરીકે દક્ષેશ માવાણીના નામની જાહેર કરવામાં આવી છે. જ્યારે નરેશભાઇ પાટીલ નવા ડેપ્યુટી મેયર, સુરત મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ તથા શશીબેન ત્રિપાઠી સુરત મનપામાં શાસક પક્ષના નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ધર્મેશભાઇ વાણિયાવાળાને દંડક તરીકે જાહેર કરાયા છે.
સુરતના નવનિયુક્ત મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતુ કે, શહેરમાં જે વિકાસના કામો છે તેને ઝડપથી વેગ આપવાનું કામ કરવામાં આવશે તેમજ પાર્ટીએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટેના પ્રયાસો કરીશું.