November 21, 2024

ભારતે પાકિસ્તાનને કારમો પરાજય આપી સુપર-4માં મેળવી શાનદાર જીત

ભારતે વન-ડેના ઈતિહાસમાં પાકિસ્તાન સામે સૌથી મોટી જીત હાંસલ કરી છે. ટીમે એશિયા કપની સુપર-4 મેચમાં પાકિસ્તાની ટીમને 228 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 2 વિકેટે 356 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 32 ઓવરમાં 8 વિકેટે 128 રન બનાવી શકી હતી. 

મેચ રવિવારે 10 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી જે વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી. ભારતે 24.1 ઓવરમાં રમત બંધ થઈ ત્યાં સુધીમાં 147 રન બનાવી લીધા હતા. સોમવારે મેચનો રિઝર્વ ડે હતો. આગળ રમતા ભારતીય ટીમે 50 ઓવરમાં 356 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 32 ઓવરમાં આઠ વિકેટે 128 રન જ બનાવી શકી હતી. નસીમ શાહ અને હરિસ રઉફ ઈજાના કારણે બેટિંગ કરી શક્યા ન હતા અને આ રીતે ટીમ ઈન્ડિયા 229 રનથી જીતી ગઈ હતી.

એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને જીતવા 357 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રિઝર્વ ડે પર ભારતના વિરાટ કોહલી અને કેએલ રાહુલે પાકિસ્તાનના બોલરોને વિકેટ લેવા હંફાવ્યા હતા. બંને બેટ્સમેનોએ ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 356 રન સુધી પહોંચાડ્યો હતો. વિરાટ કોહલી 94 બોલમાં 122 રન અને કેએલ રાહુલ 106 બોલમાં 111 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે, એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતનો આ સૌથી મોટો સ્કોર છે પણ આ પહેલા 2012માં ભારતે મીરપુર મેદાન પર 330 રન બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *