May 25, 2025

શિક્ષક દિન નિમિત્તે લાયન્સ ક્લબ ઉમરા દ્વારા 15 સારસ્વતોનું કરાયું સન્માન

શિક્ષક દિન નિમિત્તે લાયન્સ ક્લબ ઉમરા દ્વારા સુરતના 15 સારસ્વતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
4 સપ્ટેમ્બરની સંધ્યાએ અડાજણમાં આવેલા કંસાર હોટલમાં લાયન્સ ક્લબ દ્વારા ચાર પ્રિન્સિપલ તેમજ દસ શિક્ષકોનું સન્માન સમારંભ રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન લાયન્સ ક્લબ ઉમરાના પ્રમુખ દ્વારા દરેક મહેમાનોને તેમજ શિક્ષકોને આવકાર પ્રવચન આપવામાં આવ્યો હતો જેમાં સેકન્ડ ડીજી ઈલેક્ટ લાયન મોનાબેન દેસાઈ લાયન આઈ પી એમ સી સી નિશિતભાઈ કિનારીવાલા તેમજ આરસી રવિન્દ્રભાઈ પાટીલ,ઝેડ સી જીગ્નેશ સુરતી તેમજ મેમ્બરો પણ હાજર રહ્યા હતા ત્યારે મુખ્ય મહેમાન તરીકે ivf ના પ્રેસિડન્ટ ડોક્ટર કોકિલાબેન દેસાઈ હાજર રહ્યા હતા અને તેમણે શિક્ષકોના સન્માન સમારંભમાં હાજર રહેવા બદલ પોતાને ભાગ્યશાળી માન્ય હતા તેમજ શિક્ષકોનું મહત્વ સમાજમાં કેટલું છે તે મેડિકલ શબ્દ દ્વારા સરસ હાસ્યરસમાં શ્રોતાઓને રસપાન કરાવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ લાયન્સ ક્લબના લાયન પ્રફુલ ગાંધી દ્વારા કરવામાં આવી હતી.