સુરતના ઇચ્છાપોરમાં કેમિકલ યુક્ત ડુપ્લિકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
કેમિકલ ભેળસેળ કરી નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પર PCB પોલીસ દ્વારા રેડ
9 લાખથી વધુના નકલી દારૂના જથ્થા સાથે બે આરોપી ઝડપી પાડ્યા
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આરોગ્ય માટે હનિકારક એવા કેમિકલ્સ મિશ્રિત કરી બનાવટી ઈંગ્લીશ દારૂ બનાવવતી મીની ફેક્ટરી ચાલી રહી હતી. જ્યાં પીસીબી પોલીસે રેડ કરી નકલી દારૂ બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી હતી અને સાથે જ બે રીઢા આરોપીઓની પણ ધરપકડ કરીને ૯.૨૮ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
સુરત પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે, ઇચ્છાપોર ગામ ડાયમંડ નગર કો.ઓ. હાઉસિંગ સોસામાં આવેલા એક બંગલામાં બે ઈસમો દ્વારા નકલી વિદેશી દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે આ માહિતીના આધારે પીસીબી પોલીસની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો અને ઈંગ્લીશ દારૂની ખાલી બોટલમાં કેમિકલયુક્ત દારૂ ભરતા બે ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
આ ફેક્ટરી ચલાવનાર કલ્પેશભાઈ રામચંદ્રભાઈ સામરિયા તથા દુર્ગાશંકર ઉદયલાલ ખટીકની ધરપકડ કરીને ત્યાંથી દારૂની ખાલી અને ભરેલી બોટલો, 4 મોબાઈલ, પ્લાસ્ટિકના કેરબા, ઢાંકણ, સ્ટીકર, બાટલીને બુચ મારવાનું હેન્ડ મેકર પ્રેશર મશીન, એક ફોરવ્હીલ જપ્ત કરી હતી, આ ઉપરાંત આરોપીની પૂછપરછ દરમિયાન આ સિવાય બનાવટી ઇગ્લીંશ દારૂ બનાવવાનું કેમિકલ્સ અઠવાગેટ સર્કલ પાસે આવેલા પેરેડાઈઝ એપાર્ટમેન્ટની દુકાન ન.8 માં સંતાડી રાખ્યું હોવાનું જણાવતા ત્યાં પણ પ રેડ કરીને ૫.૨૫ લાખની કિમતનું 1050 લીટર બનાવટી દારૂ બનાવવાનું આલ્કોહોલ કેમિકલ તેમજ દારૂની બોટલના રીંગ સાથે બુચ વગેરે મળી કુલ રુપિયા 9.28 લાખની કિમતનો મુદામાલ જપ્ત કર્યો હતો.