સાળંગપુર મંદિરના ભીત ચિત્રોનો વિવાદ
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ વિવાદિત ચિત્રો હટાવવા બે દિવસનો માંગ્યો સમય
હનુમાનજીની પ્રતિમા નીચેથી શિલ્પચિત્રો હટાવાશે
સાળંગપુર મંદિરમાં સાધુઓ સાથે બંધ બારણે બેઠક યોજાઈ
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ વિવાદિત ચિત્રો હટાવવા બે દિવસનો સમય માંગ્યો
ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પદથી નૌતમ સ્વામીની હકાલપટ્ટી
છેલ્લાં કેટલાંક દિવસોથી સાળંગપુર મંદિર ખાતે ભીંતચિત્રોને લઈને ચાલી રહેલો વિવાદ ઉગ્ર બની રહ્યો હતો ત્યારે આજે સંત સમાજની બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં હનુમાનજીની પ્રતિમા નીચેથી શિલ્પચિત્રો હટાવવાનો નિર્ણય સાળંગપુર મંદિર દ્વારા લેવાયો છે. સાળંગપુર મંદિરમાં સાધુઓ સાથે બંધ બારણે યોજાયેલી બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ વિવાદિત ચિત્રો હટાવવા બે દિવસનો સમય માંગ્યો છે.
આ બેઠકમાં સાળંગપુરમાં હિન્દુ યુવા સંગઠન અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત સાધુ-સંતો અને 500 જેટલા લોકો પહોંચ્યા હતા. જેને લઈ પોલીસે તમામને રોકી લીધા હતા અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત 10 લોકોને જ મંદિર વહીવટી ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સનાતની સંતો સાથે બંધ બારણે બેઠક થઈ હતી. સ્વામિનારાયણ સંતોએ બે દિવસમાં વિવાદિત ચિત્રો દુર કરવાનું આશ્વાસન આપ્યું છે.
આ સાથે જ સાંળગપુર ભીંત ચિત્રોના વિવાદને લઇને અખિલ ભારતીય સંત સમિતિએ મોટો નિર્ણય કર્યો છે જેમાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પદથી નૌતમ સ્વામીની હાકલપટ્ટી કરાઇ છે. લખનઉમાં મળેલી કાર્યકારણીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.