November 24, 2024

દિલ્હી એઈમ્સમાં ભીષણ આગ: તમામ દર્દીઓ સુરક્ષિત

દિલ્હી એઈમ્સમાં ભીષણ આગ લાગી હતી. દિલ્હી એઇમ્સના એન્ડોસ્કોપી રૂમમાં ઇમરજન્સી વોર્ડ પાસે આગ લાગી હતી. આગની ઘટનાને પગલે ફાયર વિભાગની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને દર્દીઓ અને તેમના પરિવારજનોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. જો કે, લાગતાની સાથે જ અફરા-તફરી મચી ગઈ હતી. AIIMSના એન્ડોસ્કોપી વિભાગમાં ભભૂકેલી આગમાં હોસ્પિટલ પ્રશાસને તત્પરતા દાખવતા તમામ દર્દીઓને તાત્કાલિક સલામત બહાર કાઢ્યા હતા. અત્યાર સુધી કોઈની જાનહાનિના સમાચાર નથી ત્યારે આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 

ઉલ્લેખનિય છે કે, જૂન 2021માં AIIMS હોસ્પિટલમાં આગ લાગવાને કારણે દોડધામ મચી ગઇ હતી.  ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ગેટ નંબર 2 પાસે કન્વર્ઝન બ્લોકના નવમા માળે રાત્રે લગભગ 10 વાગ્યે આગ ફાટી નીકળી હતી જેમાં કોરોના લેબમાં રાખવામાં આવેલા સેમ્પલ બળીને રાખ થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો