November 25, 2024

મોટા વરાછાના ખેડૂતને યુવતી સાથે ફોનમાં વાતો કરવી 3.45 કરોડમાં પડી

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા ખેડુતને મીસકોલ કરનાર મહિલા સાથે ફેન્ડશીપ કરોડોમાં પડી હોવાનું જાણવા મળે છે. બનાસકાંઠાની આ મહિલાએ ખેડુતને ફોન ઉપર પ્રેમભરી વાતો કરી વિશ્વાસમાં લીધા બાદ પરિવાર સાથે મળીને કોઈના કોઈ બહાને કુલ રૂપિયા ૨.૪૫ કરોડ પડાવી છેતરપિંડી કરી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મોટા વરાછા બ્રાહ્મણ ફળિયુ ખાતે રહેતા ખેડુત મુકેશ દિનેશભાઈ દેસાઈએ બનાસકાંઠાના વડગામના મેઘાળના ચેતના ઉર્ફે પુજા ઉર્ફે મધુ વાઘજી વિહોળ,ઉફે જગદીશ દેસાઈ, વાઘજી ઉર્ફે જગદીશ દેસાઈ, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ વાવાઝા વિહોળ, ભુપતસિંહ વાધ, રાજેન્દ્રસિંહગ દોલાજી, જ્યોતિબેન દેસાઈ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૧૩માં તેમના મોબાઈલમાં સોનીયા પટેલ નામની યુવતીનો મીસકોલ આપ્યો હતો. જેથી તેઓએ સામે કોલ કરતા સોનીયાએ તેના સહિત પરિવારના સભ્યોના નામ જણાવી સારી રીતે ઓળખતા હોવાનુ કહી તેની ફ્રેન્ડ તે તમારા સમાજની છે કહી વાતચીત શરુ કરી હતી.
બાદમાં આ મહિલાએ તેની આબુમાં રાધાક્રિષ્ણા નામે હોટલ આવેલી છે, તેના ભાગીદારે પચાવી પાડી છે તેને પૈસાની જરૂર છે તમે મદદ કરો કહી બે દિવસ બાદ પુજા દેસાઈ સાથે વાત કરાવી હતી. ત્યાર બાદ પુજા દેસાઈ સાથે ફ્રેન્ડશીપ કરી પ્રેમભરી વાતો કરતા હતા. પુજાએ તેની આબુની રાધાક્રિષ્ના હોટલ મારા ભાગીદારે પડાવી લીધી છે. મારા દાદાની રાજસ્થાન જોધપુરમાં હવેલી આવેલી છે કહી તેના પિતા વાઘજી અને માતા જ્યોતિબેન તરીકે ઓળખ આપી તેમની હોટલ ૧૭ થી ૧૮ કરોડની છે તમે પૈસાની મદદ કરો તો હોટલ છોડાવી તમને પૈસા પરત આપી દઈશ. આવી વાત કરી ખેડૂતને વિશ્વાસમાં લીધા હતા.
શરુઆતમાં આ ઠગ ટોળકીએ આંગડીયા મારફતે પાલનપુર ખાતે ૫ લાખ મંગાવ્યા હતા. બાદમાં જુન ૨૦૧૩થી ડિસેમ્બર ૨૦૧૩ સુધીમાં ટુકડે ટુકડે ૧,૦૫,૦૦,૦૦૦, જાન્યુઆરી ૨૦૧૪ થી ડિસેમ્બર ૨૦૧૪ સુધીમાં ૧,૦૯,૦૦,૦૦૦, ૨૦૧૫માં માતાની કીડનીનું, ભાઈનું હાથના ઓપરેશનના બહાને ૭૦ લાખ અને ૨૦૧૬માં પિતાને હાર્ટના ઓપરેશનના બહાને રૂપિયા,૨૦,૬૯,૦૦૦ તથા ૨૦૧૭માં પુજા પોતે બિમાર હોવાનું કહી ૨૫ લાખ માંગીને રૂપિયા ૩,૫૫,૬૯,૦૦૦ પડાવ્યા હતા. બાદમાં પણ આ ટોળકીએ વધુ પૈસાની માંગણી ચાલુ રાખી હતી પરંતુ મુકેશભાઈ પાસે તેની અબ્રામા ગામની જમીન વેચાણના આવેલા આ તમામ રૂપિયા વપરાય જતા પૈસા આપવાની ના પાડતા તેઓ ફોન કરવાના ઓછા કરી દીધા હતા. મુકેશભાઈએ તેના મિત્ર મારફતે બનાસકાંઠાનો સંપર્ક કાઢી રૂપિયા ૧૦ લાખ પરત અપાવ્યા હતા જયારે બાકીના રૂપિયા નહી આપતાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો