October 30, 2024

આદિજાતિના વિદ્યાર્થીઓને કોમર્શીયલ પાયલોટ યોજના હેઠળ લોન સહાય

સુરતઃમંગળવારઃ- આદિજાતિના વિદ્યાર્થીઓ શિક્ષણક્ષેત્રે આગળ વધે તે માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં છે. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આદિજાતિના વિદ્યાર્થીઓ કોમર્શીયલ પાયલોટ ટ્રેનિગ મેળવી સારી નોકરી મેળવી શકે તે માટે રૂા.૨૫ લાખ સુધીની લોન સહાય ૪ ટકાના દરે આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને લોન આપ્યા તારીખથી એક વર્ષ પછી મુદ્દલ તથા વ્યાજ વાર્ષિક ૧૪૪ હપ્તેથી લોન ભરપાઈ કરી શકે છે વધુ વિગતો માટે કોર્પોરેશનની વેબસાઈટ http://adijatinigam.gujarat.gov.in અથવા ગાંધીનગર સ્થિત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની કચેરીના ફોન નં.૦૭૯-૨૩૨-૫૩૮૮૭ પરથી સંપર્ક કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *