સુરતમાં કારગીલ વિજય દિવસ, શહીદ જવાનોને શ્રઘ્ધા સુમન અર્પણ
કારગીલની ઊંચી પહાડીઓમાં કબ્જો જમાવી બેઠેલા ઘૂસણખોરોને પાઠ ભણાવવા ભારતીય લશ્કરની ત્રણેય પાંખના જવાનોએ માણસનું હાડ થિજાવી દે તેવી વિષમ પરિસ્થિતિમાં ર૬મી જુલાઇ,૧૯૯૯ના દિવસે ઓપરેશન વિજય પાર પાડીને કારગીલ,દ્રાસ અને બટાલિકની બધી ચોકી પર પાછો ભારતીય ત્રિરંગો ફરકાવ્યો ત્યારથી ર૬મી જુલાઇના રોજ કારગીલ વિજયને વિજય દિવસ તરીકે મનાવવા સાથે કારગીલ યુઘ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રઘ્ધાંજલિ આપવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તા.ર૬/૦૭/ર૦ર૩ને બુધવારના રોજ સવારે ૮.૩૦ કલાકે કારગીલ ચોક, લેકવ્યુ ગાર્ડન પાસે, પીપલોદ, સુરત ખાતે માતૃભૂમિની આઝાદીની રક્ષાર્થે શહીદ થયેલા વીર સપૂતોને શ્રઘ્ધા સુમન અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં માન.મેયરશ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, ડે.મેયર દિનેશભાઇ જોધાણી, મ્યુનિ.કમિશ્નર શાલીની અગ્રવાલ,આઇ.એ.એસ. સાંસ્કૃતિક સમિતિના અઘ્યક્ષા શ્રીમતી પુર્ણીમાબેન દાવલે, વિવિધ સમિતિના અઘ્યક્ષશ્રીઓ,મ્યુનિસિપલ સભ્યશ્રીઓ,અધિકારીશ્રીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોએ પોલીસ જવાનોના બ્યુગલની ધુન સાથે સ્મારક ઉપર ફુલોની રીંગ અર્પણ કરી દેશ માટે શહીદ થયેલા વીર જવાનોને સલામી આપી હતી. કારગીલ યુઘ્ધમાં સામેલ જવાનો,માજી સૈનિકો અને ફેોજી ગૃપના જવાનો, શારદાયતન વિધ્યાલય અને લાન્સર્સ આર્મી સ્કુલ બેન્ડ સાથે તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો તેમજ સંસ્કાર ભારતી વિધ્યાલય સાયકલ રેલી આકારે આવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ર૬મી જુલાઇ,૧૯૯૯ના કારગીલ યુધ્ધ વિજયને આપણે સૌ વિજય દિવસ તરીકે મનાવીએ છીએ. કારગીલ યુદ્વ દરમ્યાન આપણા જવાનોએ જે રીતે વિષમ અને મનુષ્ય ન રહી શકે તેવા વાતાવરણમાં યુધ્ધ લડી, ભારતીય શકિત્તનો પરચો બતાવ્યો તે દુશ્મનોને તો ઠીક પણ સમગ્ર વિશ્વને યાદ રહેશે. આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા માજી સૈનિકો અને ફેોજી ગૃપના જવાનોને તુલસીના છોડ આપવામાં આવ્યા હતા.