ટ્રાફિકના નિયમોનો ભંગ પડશે ભારે:એક મહિનો ચાલશે મેગા ડ્રાઇવ
ઘણાં લોકોને ડ્રાઈવિંગ તો આવડી જાય છે પરંતુ રોડ પર વાહન ચલાવવા માટેના જરુરી ડોક્યુમેન્ટ્સ તેમની પાસે નથી હોતા અને જો હોય છે તો તેઓ અન્ય ટ્રાફિકના રુલ્સ ફોલો નથી કોરતાં જેને લઈને અકસ્માતો સર્જાતા હોય છે જેથી તાજેતરમાં જ અમદાવાદના ઈસ્કોન બ્રિજ ખાતે કાર ચાકલ દ્વારા નિર્દોષોને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાની રાજ્ય સરકાર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ જિલ્લા પોલીસ વડાઓને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ ખાસ ડ્રાઇવ ચલાવવાનો આદેશ આપ્યો છે. હવે રાજ્યમાં ઓવર સ્પીડિંગથી વાહન ચલાવતા કે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ જિલ્લાઓમાં એક મહિનો ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવશે. આ દરમિયાન લાયસન્સ, હેલમેટ કે ઓવર સ્પીડમાં જતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
જો તમે પણ ટ્રાફિક પોલિસની લાલ આંખથી બચવા માંગતા હો તો લાયસન્સ, આરસી બુક, પીયુસી, હેલમેટ વગર વાહન ચલાવવાનું ટાળજો. કારણ કે રાજ્યના ડીજીપીએ તમામ જિલ્લા પોલીસ અધિકારીઓને ખાસ સૂચના આપી છે. જો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા ઝડપાશો તો ફરજીયાત દંડ ભરવો પડશે જેમાં કોઈ બહાના કે ભલામણ ચલાવી નહિ લેવાય.