November 27, 2024

આ 10 ઉપાયો કરો: Cholesterol માંથી મળશે મુક્તિ

જીવનશૈલી, ખાવાની ટેવ અને નિયમિત કસરત ન કરવાથી તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે. જો તમે ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને કાબૂમાં નહીં રાખો તો તે તમારા હૃદય પર ખરાબ અસર કરી શકે છે. એટલું જ નહીં તેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક પણ આવી શકે છે. આજે અમે તમને કેટલાક આયુર્વેદિક ઉપાય જણાવીશું, જેનાથી ખરાબ કોલેસ્ટ્રોલમાં રાહત મળશે.

લસણ : લસણમાં સલ્ફર હોય છે, જે ઉચ્ચ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. લસણની 6-8 કળીઓને પીસીને એક કપ દૂધ અને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને પીઓ.

હળદર : હળદર નસોમાં એકઠા થયેલા કોલેસ્ટ્રોલને તોડીને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. આ માટે રાત્રે સૂતાં પહેલાં હૂંફાળા દૂધમાં એક ચપટી હળદર નાખીને તેનું સેવન કરો.

કોથમીર : ધાણાના બીજ ડાયાબિટીસના દર્દીઓ માટે અસરકારક છે અને સુગર લેવલ ઘટાડે છે. ધાણાના બીજ પણ ઉચ્ચ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

મધ : મધ રક્તવાહિનીઓમાં ખરાબ કોલેસ્ટ્રોલના સંચયને અટકાવે છે. એક કપ ગરમ પાણીમાં 1 ચમચી મધ, લીંબુનો રસ અને એપલ સીડર વિનેગરના થોડા ટીપાં મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે.

મેથીના દાણા : પોટેશિયમ, આયર્ન, ઝિંક સહિતના ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર મેથીના દાણા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે. એક ચમચી મેથીનું ચૂર્ણ દિવસમાં બે વાર હૂંફાળા પાણી સાથે લેવું જોઈેએ.

બીટ  : બીટરૂટમાં કેરોટીનોઈડ્સ અને ફ્લેવોનોઈડ્સ મળી આવે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તે શુગર લેવલ અને બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. તમે તેને સલાડ અથવા જ્યુસ બનાવી શકો છો.

સફરજન સરકો : દિવસમાં 2-3 વખત એપલ સીડર વિનેગર લેવાથી કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખી શકાય છે. તેને લેવાની રીત છે. એક ગ્લાસ પાણીમાં 1 ચમચી એપલ વિનેગર મિક્સ કરીને પીઓ.

સફરજન : સફરજનમાં ફ્લેવોનોઈડસ નામનું એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે હાઈ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે તે તમારા ફેફસાં અને હૃદયને પણ સ્વસ્થ રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો